Western Times News

Gujarati News

ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલની યશસ્વી કામગીરીઃ બે એવોર્ડ પ્રાપ્ત કર્યા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલના તમામ કર્મચારીઓની સખત મહેનત અને હૃદયપૂર્વક ના પ્રયત્નોથી ખૂબ જ ટૂંકા સમયગાળામાં જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માને સર્ટિફાઇડ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે.

કોરોના સમયગાળામાં કોરોનાની કામગીરી ઉપરાંત હોસ્પિટલની કૃવાલીટીને લગતી કામગીરીનુ કામ પૂર્ણ રીતે પાલન કરી ઇન્સ્પેક્શન થતાં જનરલ હોસ્પિટલખેડબ્રહ્માને અને રાષ્ટ્રીય કક્ષાનું દ્ગઊછજી ક્વોલિફાઈડ હોસ્પિટલનું સર્ટીફીકેટ મળેલ છે.

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલએ સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય દ્ગઊછજી હોસ્પિટલ સર્ટિફિકેટ મેળવનાર હોસ્પિટલ બની એ આપણા સમગ્ર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

આ ઉપરાંત ચાલુ વર્ષે જિલ્લાકક્ષાની સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે હિંમતનગર મુકામે ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી મા. કૌશિકભાઈ પટેલ સાહેબના વરદહસ્તે  સમગ્ર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માને એપ્રીએશન એવોરૃડ પણ પ્રાપ્ત થયેલ છે.

આ કામગીરી માટે જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માનો તમામ સ્ટાફ, મેડિકલ ઓફિસર ડોક્ટર દેવાશિષ ત્રિવેદી, ઇસ્ર્ં ડોક્ટર આર.ડી. પરીખ, અધિક્ષક ડોક્ટર હિતેષ બ્રહ્મભટ્ટ સાહેબ, ડ્ઢઊસ્ર્ં ડોક્ટર મલિક, ડ્ઢઊસ્ર્ં ડોક્ટર કાર્તિક શાહ તથા જિલ્લા વહીવટી તંત્રની મહેનત અનુભવ ખંત અને રાત દિવસ જાેયા વિના કરેલ સખત પરિશ્રમ જવાબદાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.