Western Times News

Gujarati News

કઠલાલના યુવકે તહેવારોને અનુરૂપ રંગોળી બનાવી કલાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું

(પ્રતિનિધિ) નડિયાદ, રંગોળીની સેવા તેઓ તદ્દન નિશલક કરી રહ્યા છે ગુજરાતમાં પહેલેથી જ રહ્યો છે અનોખી કળાનો દબદબો રંગોળીની કલા અને કળા બદલ તેઓને પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા છે ગુજરાતમાં સાથિયા તો મહારાષ્ટ્રની રંગાવલી , બંગાળમાં પાડવામાં આવતી અલ્પના અને રાજસ્થાનના માંડણા , છત્તીસગઢની ચોકપુરાના

તથા આંધ્ર પ્રદેશની મુઝુલુ રંગોળી ભારતના વિવિધ પ્રોતની લોકકલાનું પ્રતિનિધિત્વ કરે છે . જાે કે આજના મૉડર્ન યુગમાં ડેકોરેટિવ અને ટ્રેન્ડી રંગોળીમાં ઘણા બધા ઑપ્શન આવી ગયા છે , પરંતુ હાથથી પાડવામાં આવતી પરંપરાગત રંગોળીની વાત જ નોખી છે .

રંગોળીનો ઇતિહાસ અંદાજે ૫૦૦૦ વર્ષ જૂનો છે . પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારોના જણાવ્યાનુસાર રંગોળીનું આગમન મોહેં જાે દરો અને હડપ્પા સંસ્કૃતિ સાથે થયો છે . તત્કાલીન સંસ્કૃતિના અવશેષોમાં અલ્પના ( રંગોળી ) નાં ભીંતચિત્રો પ્રાપ્ત થયાં છે . પ્રાચીન વાત્સ્યાયનના કામસૂત્રમાં વર્ણવવામાં આવેલી ૬૪ કળામાં અલ્પનાનો સમાવેશ કરવામાં આવ્યો છે ,

આ શબ્દની ઉત્પત્ત સંસ્કૃત શબ્દ ઓલપેન ( લીંપણ કરવું ) પરથી થઈ છે , બંગાળી ભાષામાં રંગોળીને અલ્પના કહે છે , આમ રંગોળીનો ઇતિહાસ બંગાળની લોકકળા સાથે સંકળાયેલો હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે . પ્રાચીન સમયમાં રંગોળી પાડવા કોરો અથવા ભીનો ચોખાનો લોટ , રેતી , હળદર , સિંદૂર , ફૂલ – પાન વગેરેનો ઉપયોગ થતો હતો .

એ વખતે રંગોળી માત્ર જમીન પર નહીં , ભીંત પર પણ પાડવામાં આવતી હતી . આજે પણ ગ્રામીણ વિસ્તારમાં દિવાલો પર રંગોળીની પૅટર્ન જાેવા મળે છે . ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ધ્રુવભાઇ વ્યાસ જેઓની રંગોળી પ્રત્યેની કળા અને કલા ખુબ જ વર્ણનિય છે . તેઓ જણાવે છે કે , પાંચ વર્ષ પહેલા મે રંગોળી બનાવવાનું કામ શરૂ કર્યું હતું .

મને આ પ્રેરણા મારા પિતા પાસેથી મળી છે . મારા પિતા મંદિરમાં ફુલો , કઠોળ દ્વારા શણગાર કરતા હતા . ત્યારબાદ તેમાથી હું શિખ્યો અને ધીમે ધીમે મે રંગોળી બનાવવાનું ચાલુ કર્યું . તેઓ ગુજરાતના અનેક સ્થળો જેવા કે , સૌરાષ્ટ્ર , કચ્છમાં અને મધ્ય ગુજરાતમાં નિશુલ્ક રંગોળી બનાવી છે .

ધાર્મિક જગ્યાઓ , લગ્ન પ્રસંગે તેમજ વાર – તહેવારોને અનુરૂપ રંગોળી બનાવી છે . રંગોળીની કલા અને કળા બદલ તેઓને પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા છે . આ રંગોળીની સેવા તદ્દન નિશુલ્ક છે . શ્રી ધૃવ વ્યાસ કહે છે કે તેઓ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે . ભગવાન પ્રત્યેની રૂચિ ધાર્મિક શ્રદ્ધા સમાન છે , મારી આ શ્રદ્ધા અને આ કળા તરફ ખેંચી લાવે છે .

તેમણે જેટલી જગ્યાએ રંગોળીનું કાર્ય કર્યું છે એ સ્વખર્ચે જ કર્યું છે . તેઓ અલગ અલગ જગ્યાએ રંગોળી બનાવવા માટે ગયા છે ત્યાં તેઓએ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જાતે જ ઉપાડ્યો છે , તેઓ પોતાના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ લેતા નથી . તેમજ રંગોળી બનાવવા માટે રંગો , સાધન સામગ્રી પણ તેઓ પોતાની જ બધી જ જગ્યાએ લઇને જાય છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.