Western Times News

Gujarati News

માતાની યાદમાં મહિલાએ ઓક્સિજન રિક્ષા શરૂ કરી

નવી દિલ્હી, કોરોના મહામારીની બીજી લહેર સામે લોકોની હિંમત તૂટી ગઈ હતી. ઓક્સિજનની કમીના કારણે મૃત્યુ પામનારા લોકોના આંકડા ડરાવે તેવા હતા. બીજી લહેર દરમિયાન ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે લોકો અહીંયાથી ત્યાં ભટકતા હોય તેવા દ્રશ્યો પણ આપણે નજરે જાેયા હતા. કેટલાક તો પોતાના સ્વજનને બચાવવા માટે સવારથી જ ઓક્સિજન માટેની લાઈનમાં લાગી જતા હતા.

પરંતુ ઓક્સિજન ન મળવાના કારણે ઘણાએ પોતાની નજીકની વ્યક્તિને ગુમાવી હતી. ચેન્નાઈની સીતા દેવી પણ તેમાંથી એક છે, જેમણે ઓક્સિજનની ઉણપના કારણે પોતાના માતા ગુમાવ્યા હતા. પરંતુ બાદમાં તેમણે કરેલી હિંમતે ૮૦૦ જેટલા લોકોના જીવ બચાવી લીધા.

ચેન્નઈમાં રહેતી ૩૬ વર્ષની સીતા દેવીના ૬૫ વર્ષના માતા વિજયા, ડાયાલિસિસના દર્દી હતા, જેઓ કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા. તેવામાં સીતા તરત જ તેમને રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ઓક્સિજન બેડ ન હોવાના કારણે કેટલાક કલાક હોસ્પિટલ બહાર રાહ જાેવાનું કહેવામાં આવ્યું હતું. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મારે મારી માતા માટે ઓક્સિજન બેડ મેળવવા ૧૨ કલાક રાહ જાેવી પડી.

એમ્બ્યુલન્સની ઘટ પડતાં ઓક્સિજન લેવલના કારણે અમને વારંવાર એક એમ્બ્યુલન્સમાંથી બીજી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી રહ્યા હતા. અંતમાં વાયરસે તેમનો જીવ લઈ લીધો. જાે મારી માતાને તરત ઓક્સિજન મળી ગયો હતો તો તેમનો જીવ ન ગયો હતો. મારી માતા જે સ્થિતિમાંથી પસાર થઈ તેમાંથી કોઈ અન્ય પસાર થાય તેમ હું નહોતી ઈચ્છતી. તેથી મેં રિક્ષા દ્વારા હોસ્પિટલ બહાર ઓક્સિજન પહોંચાડવાનું નક્કી કર્યું. સીતા દેવીએ લોકોની મદદ કરવાનું વિચાર્યું અને મે મહિનાથી પોતાની ‘ઓક્સિજન ઓટો’ દ્વારા ૮૦૦ લોકોના જીવ બચાવ્યા અને આ સુવિધા તેણે જરૂરિયાતમંદોને ફ્રીમાં આપી હતી.

સીતા દેવી એક એનજીઓ પણ ચલાવે છે. તેની મદદથી તેણે રિક્ષા લીધી અને તેમા ઓક્સિજન સિલિન્ડર તેમજ ફ્લો મીટર જાેડીને ઘણા લોકોના જીવ બચાવ્યા. આ કામમાં બે વોલેન્ટિયરે સીતાને સાથ આપ્યો. જેની મદદથી તે ‘રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલ’ સામે સવારના ૮થી રાતના ૮ વાગ્યા સુધી જરૂરિયાતમંદોને ઓક્સિજન ઉપલબ્ધ કરાવતી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.