Western Times News

Gujarati News

ખંભાળિયામાં યુવતી અને સગીરાએ જિંદગી ટૂંકાવી

દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકામાં અકસ્માતથી મોત, હત્યા, અને એક સાથે બે આપઘાતની ઘટનાઓથી સમગ્ર જિલ્લો હચમચી ઉઠ્‌યો છે. એક બાજુ સમગ્ર વિસ્તાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની તૈયારીમાં મગ્ન છે ત્યારે નાગપાંચમના તહેવારના દિવસે એક જ દિવસમાં બે આપઘાતની ઘટનાઓના કારણે હાહાકાર મચી ગયો છે. જિલ્લા મથક ખંભાળિયામાં એક યુવતી અને એક સગીરાએ આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. આ બંને હતભાગીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.

બનાવની વિગતે વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં યોગેશ્વર નગરમાં રહેતી ૨૪ વર્ષની એક યુવતીએ ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી લીધી હતી. મૃતક યુવતીનું નામ લીના વિજય સોલંકી હોવાનું સામે આવ્યું હતું. અગમ્ય કારણોસર આ યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં લાવાવમાં આવ્યો હતો.

જાેકે, આ ઘટનામાં આપઘાતનું કારણ જાણવા મળી શક્યું નહોતું. દિવસ દરમિયાન દ્વારકાના ખંભાળિયામાં ૧૬ વર્ષની સગીરાએ આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લીધી હતી. ખંભાળિયાના સતવારા સમાજની વાડી સામે શક્તિ નગરમાં રહેતી શિવાની હસમુખ ચોપડા નામની સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી લીધી હતી. આ કિસ્સામાં પણ સગીરાના આપઘાતનું કારણે સામે આવ્યું નહોતું.

તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો. આમ દેવભૂમિ દ્વારકા પંથકમાં આ પોસ્ટમોર્ટમ માટે આવેલા બે મૃતદેહો અને બે આપઘાતની ઘટનાના પગલે અરેરારટી વ્યાપી ગઈ હતી. એક જ દિવસમાં યુવતી અને સગીરાના આપઘાતના પગલે માહોલ ગમગમીન થઈ ગયો હતો. જાેકે, આ મામલે આપઘાતના કારણો સામે આવી શક્યા નથી.

ડિપ્રેશનથી લઈ અને સામાજિક અને વ્યક્તિગત રીતે લોકો હતાશ નિરાશ થઈને જિંદગી ટૂંકાવી લેવાનું નક્કી કરી લેતા હોય છે. ભારતમાં વર્ષ ૨૦૧૯ના એક આંકડા મુજબ દર વર્ષે ૨.૩૦ લાખ આપઘાત થઈ રહ્યા છે ત્યારે વર્ષ ૧૫-૩૯ની ઉંમરના લોકોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે.

આ સ્થિતમાં ગુજરાતમાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ જીવીકે ઈએમઆરઆઈના સંયુક્ત ઉપક્રમે આપઘાત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જાે કોઈને આ પ્રકારના વિચારો આવે તો તેમે ગભરાયા વગર તાત્કાલિક ૧૦૪ પર ફોન કરવો જાેઈએ. આ હેલ્પલાઇન પરથી ડિપ્રેશનની સમસ્યાનું પણ માર્ગદર્શન આપવામં આવે છે અને તે ૨૪/૭ કાર્યરત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.