Western Times News

Gujarati News

ઐય્યર આઇપીએલ ૨૦૨૧ના બીજા ચરણમાં રમતો નજરે પડશે

મુંબઇ, ભારતીય બેટ્‌સમેન અને આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ ઐય્યર હવે ખભાની ઇજાથી સંપૂર્ણ સાજાે થઈ ચૂક્યો છે અને મેદાન પર જલદી જ વાપસી કરવાની તૈયારીની શરૂઆત કરી દીધી છે. તે આઇપીએલ ૨૦૨૧ના બીજા ચરણમાં રમતો નજરે પડશે. શ્રેયસ ઐય્યરને આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ થયેલી વન-ડે સીરિઝ દરમિયાન ખભામાં ઇજા થઈ ગઈ હતી. આ કારણે તે છેલ્લા કેટલાક મહિનાઓથી મેદાનથી દૂર છે પરંતુ હવે તે ૧૯ સપ્ટેમ્બરથી શરૂઆત થનારી આઇપીએલમાં પોતાનું ટેલેન્ટ દેખાડવા માટે તૈયાર છે.

શ્રેયસ ઐય્યર રોયલ્સ લંડન કપમાં કાઉન્ટી ટીમ લંકાશર ટીમ તરફથી રમવાનો હતો પરંતુ એન્ડના સમયે ફિટનેસના કારણે પોતાનું નામ પરત લઈ લીધું હતું. જાેકે હવે તે ફિટ છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ સાથે જાેડાયેલા કેટલાક વીડિયો શેર કર્યા હતા. જેમાં તે પર્વત પરથી દોડતો નજરે પડી રહ્યો હતો. ૨૬ વર્ષીય શ્રેયસ ઐય્યર ક્રિકેટના મેદાન પર પોતાની વાપસીને લઈને ખૂબ ઉત્સાહિત છે. જાેકે તેના માટે છેલ્લા કેટલાક મહિના ખૂબ મુશ્કેલી ભર્યા રહ્યા.

ખભા પર ઇજા થવા અને પછી વાપસીને લઈને સંઘર્ષથી તે તૂટી ગયો હતો. તેણે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે હું હાલમાં સારું અનુભવી રહ્યો છું. અહીં સુધીની સફર સારી રહી પરંતુ જ્યારે મને ઇજા થઈ હતી તો ઘણો નિરાશ થઈ ગયો હતો, મને સમજ નહોતી પડતી કે હું શું કરું? ઇજા બાદ જ્યારે હું મેદાનથી ડ્રેસિંગ રૂમ તરફ ફરી રહ્યો હતો તો રડી રહ્યો હતો. મને એ વાતને માનતા થોડો સમય લાગ્યો. જાેકે આ બધી વસ્તુઓમાંથી પસાર થવું જ પડે છે પરંતુ તમારે જાેરદાર વાપસીનો પ્રયત્ન કરવાનો હોય છે.

શ્રેયસ ઐય્યરની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સ ગત વર્ષે યુએઇમા થયેલી આઇપીએલમા ફાઇનલ રમી હતી. એ ફાઇનલમાં હારી ગઇ હતી. આ સીઝનમાં પણ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. શ્રેયસ ઐય્યર ઇજાગ્રસ્ત થયા બાદ રિષભ પંતે ટીમની કેપ્ટનશિપ સંભાળી અને કોરોનાના કારણે આઇપીએલ ૨૦૨૧ સ્થગિત થવા સુધીમાં ૮ મેચમાંથી ૬ જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર-૧ પર છે.

જાેકે દિલ્હીની ટીમ મેનેજમેન્ટે અત્યાર સુધી સ્પષ્ટ કર્યું નથી કે આઇપીએલ ૨૦૨૧ના બીજા ચરણમાં ટીમની કેપ્ટનશિપ કોણ કરશે. લીગ સ્થગિત થવા પહેલા ૨૯ મેચ થઈ ચૂકી હતી બાકી બચેલી ૩૧ મેચ ૧૯ સપ્ટેમ્બરથી યુએઇમા થશે. દિલ્હી પોતાની પહેલી મેચ ૨ સપ્ટેમ્બરે દુબઈમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.