Western Times News

Gujarati News

એસ જી હાઇવે પર ગોતા બ્રિજ નજીક BAPS સંસ્થાના મોટા મંદિરનું નિર્માણ થશે

અમદાવાદ, અમદાવાદના એલજી હાઇવે પર બીએપીએસ સંસ્થાના નવા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે…ગોતા બ્રિજ પાસે જ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે…નિજ મંદિર, મોટો સભાખંડ, પાર્કિંગ સાથે મંદિરનું નિર્માણ થશે…ગત સપ્તાહમાં મંદિરના ભૂમિપૂજનની કામગીરી કરવામાં આવી હતી…શાહીબાગ મંદિર ખાતે ટ્રાફિકની સમસ્યા રહે છે…સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરનું સંચાલન હવે શાહીબાગના બદલે જીય્ હાઇવે પરના મંદિરથી થશે.

બીએપીએસ સંસ્થાના શાહીબાગ ખાતે આવેલા મોટા મંદિરમાં ભક્તો દર્શન માટે લાઈનો લગાવે છે. મોટી સંખ્યામાં હરિભક્તો દર્શેને આવતા ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી હતી. મંદિર શહેરની વચ્ચે હોવાથી જવા આવવામાં થોડા વધુ સમયનો પણ બગાડ થઈ રહ્યો હતો. જે બાદ બીએપીએસ સંસ્થા ર્નિણય કરવામાં આવ્યો હતો કે શહેરની બહાર મંદિર ઊભું કરવામાં આવે ત્યારે અમદાવાદના એસ જી હાઇવે પર બીએપીએસ સંસ્થાના નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જે માટે ગોતા બ્રિજનો વિસ્તાર પસંદ કારવામા આવ્યો છે.

નિજ મંદિર, મોટો સભાખંડ, પાર્કિંગ વ્યવસ્થા સાથે બીએપીએસ સંચાલિત ભગવાન સ્વામિનારાયણનું ભવ્ય મંદિર બનશે. ગત સપ્તાહમાં મંદિરના ભૂમિપૂજનની કામગીરી આરંભી મંદિર બનાવવાના શ્રી ગણેશ કરાઇ ચૂક્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંદિરનું સંચાલન હવે શાહીબાગના બદલે એસ જી હાઇવેના મંદિરથી કરવામાં આવશે. બીએપીએસમાં માનનારા લાખો હરિભક્તોને મોટું મંદિર ગોતામાં બનવાથી મોટો ફાયદો થશે તેમજ કાયમી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવતા સમયનો વ્યય પણ અટકી જશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.