Western Times News

Gujarati News

અમારી માગ નહીં સંતોષાય તો સત્તા પક્ષને નુકસાન થશેઃ અલ્પેશ કથીરિયા

અમદાવાદ, પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથીરિયાએ એક ઇન્ટરવ્યૂમાં પાટીદાર સમાજની બે માગણીઓને લઇને ચર્ચા કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા યુવકોના પરિવારના સભ્યોને નોકરી આપવાની માગણી અને પાટીદાર યુવકો પર થયેલા કેસને પરત ખેંચવાની માગણી પર આગામી દિવસોમાં કેવી રણનીતિ રહેશે તે બાબતે અલ્પેશે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર સમાજની ખૂબ જ બહોળી વસ્તી છે. કોઈ પણ એક પક્ષની સાથે સંપૂર્ણ સમાજ જાેડાયેલો હોય તેવું ક્યારે પણ નહીં કહી શકાય.

આ નિવેદન સાથે હું સહમત નથી. ગુજરાતનો પાટીદાર સમાજ અલગ-અલગ વિચારસરણી ધરાવે છે અને અલગ-અલગ પક્ષ સાથે તેમનો લગાવ હોય છે. તે રીતે મતો પણ જતા હોય છે. એટલે કોઇ એક સમાજ એક પક્ષ સાથે જાેડાયેલો હોય તેવું ન કહી શકાય. ૨૦૧૫થી લઈને ૨૦૨૧માં આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ૬થી ૭ વર્ષની હિસ્ટ્રી જાેઈએ તો ૨૦૧૫માં કોંગ્રેસને સફળતા મળી. ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને વધારે બેઠકો મળી.

ભલે સરકાર ભાજપની રહી પરંતુ કોંગ્રેસ ઘણી બધી અપ થઈ. ત્યારબાદ ૨૦૧૯માં ભાજપને સંપૂર્ણ સમર્થન મળ્યું. ૨૦૨૧માં ભાજપને મહત્તમ સફળતા પ્રાપ્ત થઇ. ૨૦૨૧માં આમ આદમી પાર્ટી પણ ઘણી જગ્યાએ સફળ થઇ છે અને કોંગ્રેસનો ગ્રાફ નીચે રહ્યો છે.

આના પરથી એવું કહી શકાય કે, લોકો દરેક સમય અને સ્થિતિ પ્રમાણે ર્નિણયો લેતા હોય છે. એટલે એવું ન કહી શકાય કે આ સમયમાં કોઇ પણ સમાજ એક પક્ષ સાથે જાેડાયેલો છે. ચૂંટણી સમયે પક્ષની શું સ્થિતિ છે, કેવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે, પક્ષ દ્વારા શું જાહેરાત કરવામાં આવે છે. આ બાબતોને જાેઈને ગુજરાતની જનતા દરેક વખતે ચોક્કસ ર્નિણય કરતી હોય છે.

અલ્પેશે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અત્યારે જે રીતે ગુજરાતના ગામડાંઓ અને શહેરોમાં ઊભરી રહી છે. કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના પરિવારના સભ્યોને આમ આદમી પાર્ટી મળી રહી છે. પાર્ટીનું સંગઠનનું નિર્માણ થઇ રહ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ સફળતા મેળવી છે તેનો આધાર લઈને ગુજરાતમાં દિલ્હીના મોડલને લઈને ફરી રહી છે.

ચૂંટણીનો સમય જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ પક્ષ દ્વારા શું જાહેરાત કરવામાં આવે છે, પક્ષમાં કેવા લોકો જાેડાય છે, પક્ષની અંદર કેવા વ્યક્તિઓને મહત્ત્વ આપવામાં આવે છે, કેવા વ્યક્તિઓ ચૂંટણીના મેદાનમાં ઉતરે છે એટલે દરેક પાસાને ગુજરાતની જનતા જાેતી હોય છે. ત્યારબાદ પરિણામ નક્કી થતું હોય છે.

અત્યારે જે રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે ત્યારે આવનારા સમયમાં ભાજપ અને કોંગ્રેસ પણ મેદાને ઉતરશે. દરેક પાર્ટી જ્યારે મેદાનમાં હોય ત્યારે ચોક્કસ બાબતે વાત કરી શકાય. આજ દિન સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી રહ્યા છે.

બંને આ વખતે એવી જાહેરાત થઈ હતી કે, કેસો પરત ખેંચવામાં આવશે અને શહીદોના પરિવારને નોકરી આપવામાં આવશે પરંતુ હજી સુધી આ જાહેરાત પછી કાયદાકીય રીતે તંત્રએ જે કામ કરવું જાેઈએ તે કામ થઇ રહ્યું નથી. અમને બંને માગણીઓમાં સફળતા મળી નથી અને આ અમારી બંને માગણી પેન્ડિંગ છે. અમે ફરીથી લોકોને મળી રહ્યા છીએ.

પાટીદારોની ધાર્મિક સંસ્થા માં ઉમિયાનું ધામ ઊંઝા અને માં ખોડલનું ધામ કાગવડ આ બંને સંસ્થાના પ્રતિનિધિઓને અમે મળી રહ્યા છીએ. સમાજના આગેવાનોને પણ મળી રહ્યા છીએ. અમારી આ બંને માગણીઓ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે સૌથી વધારે તેને મહત્ત્વ આપીએ છીએ. અલ્પેશ કથીરિયા એવું પણ જણાવ્યું હતું કે, અમે આ બંને માગણી પર અડગ છીએ. સરકાર જાહેરાત કરે પછી અમે નક્કી કરીશું કે આવનારા દિવસોમાં કયો રૂટ અપનાવો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.