પીએમમાં સિદ્ધાર્થના મોતનાં કારણનો ખુલાસો ન થયો
મુંબઈ, ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી. ગુરુવારે સિદ્ધાર્થનું નિધન થઇ ગયુ હતું. કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સે સિદ્ધાર્થની તપાસ કરી અને આશરે ૧૦.૩૦ વાગ્યે તેને ‘ડેથ બિફોર અરાઇવલ’ જાહેર કર્યો હતો. સિદ્ધાર્થની પીએમ (પોસ્ટ મોર્ટમ) રિપોર્ટ સામે આવી ગયો છે. પણ આ રિપોર્ટમાં તેનાં મોતનું કારણ માલૂમ થયુ નથી.
હોસ્પિટલમાંથી મળેલી માહિતી અનુસાર, કેમિકલ એનાલિસ્ટિ બાદ જ એક્ટરનાં મોતનું અસલી કારણ સામે આવી શકશે. કેમિકલ એનાલિસ્ટનો અર્થ છે કે, આ તપાસથી સ્પષ્ટ થશે કે, સિદ્ધાર્થનાં શરીરમાં ઝૈર હતું કે નહીં.
સાથે જ તેને કોઇ બીમારી તો નથી ને. આપને જણાવી દઇએ કે, ગુરુવારે સિદ્ધાર્થ શુક્લાનાં ફેમિલી ડોક્ટરે સલાહ આપી કે મુંબઇની કૂપર હોસ્પિટલમાં તેને લઇ જવામાં આવે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થનાં શવનું પોસ્ટમોર્ટમ ગુરુવારે જ થયું હતું જેનો રિપોર્ટ આજે શુક્રવારે સવારે સામે આવ્યો છે.
આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થે રાત્રે કેટલીક દવાઓ ખાધી હતી અને તે સુઇ ગયો હતો. સિદ્ધાર્થે શેહનાઝ ગિલને જણાવ્યું કે તેને છાતીમાં દુખાવો થઇ રહ્યો છે. અસહજ લાગી રહ્યું છે. શેહનાઝે સિદ્ધાર્થની માતાને જણાવ્યું.
સિદ્ધાર્થની માતા રીતા શુક્લાએ તેને રાત્રે ૧ વાગ્યે જ્યૂસ અને પાણી આપ્યું અને રાત્રે સુવા માટે કહ્યું હતું. તે બાદ સિદ્ધાર્થની માતા સવારે ૩ વાગ્યે જ્યારે મેડિટેશન માટે ઉઠી ત્યારે માતાએ જાેયુ કે સિદ્ધાર્થ સુઈ રહ્યો છે તેથી તે બીજા રૂમમાં જતી રહી. પણ મેડિટેશનથી આવ્યાં બાદ માએ જાેયુ કે, કોઇ હલચલ નથી તે જેમ સુતો હતો તેમ જ સુતો હતો અને ત્યારે સવારનાં ૫ વાગ્યા હતાં. જે બાદ તેણે તેની દીકરીઓને બોલાવી જે આ જ બિલ્ડિંગમાં રહે છે.
એક્ટર સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ હવે તેનાં જિમ ટ્રેનર સોનૂ ચૌરસિયાનું નિવેદન સામે આવ્યું છે. દ્ગીુજ૧૮થી એક્સ્ક્લૂસિવ વાતચીત કરતાં સોનૂ ચૌરસિયાએ કહ્યું,
‘હું માનવાં જ તૈયાર નથી કે, સિદ્ધાર્થનું નિધન હાર્ટ એટેકથી થઇ શકે છે. તે ખુબજ ફિટ અને ફિટનેસ માટે સજાગ હતો. હું ગત દોઢ વર્ષથી સિદ્ધાર્થને જિમમાં ટ્રેનિંગ આપુ છું. તે દરરોજ સવારે ૧૦.૩૦ વાગ્યે અમને જિમમાં મળતો હતો. તે જિમમાં હાર્ડ વર્ક કરતો હતો.’ તેણે વધુ આગળ કહ્યું કે, ‘મને રાહુલ વૈદ્યનો સવારે ૯.૩૦ વાગ્યે કોલ આવ્યો કે, સિદ્ધાર્થની તબિયત ખરાબ છે. પહેલાં મને વિશ્વાસ ન થયો. પણ પછી ઘણાં કોલ્સ આવવાં લાગ્યાં.SSS