Western Times News

Gujarati News

ડાયાબીટીસથી યુરિનરી ઈનકોન્ટિનન્સ કઈ રીતે પેદા થઈ શકે છે

વર્ષોનાં વહાણાં વીતવા સાથે તબીબી નિષ્ણાતો અને વિજ્ઞાનીઓએ યુરિનરી ઈન્કોન્ટિનન્સ (પેશાબ થવાની ક્રિયા પર નિયંત્રણ નહીં હોવું) પ્રેરિત કરતી આરોગ્યની અનેક સ્થિતિઓ અને પરિબળો સંબંધમાં ઉત્તરો મેળવવા પ્રયાસ કર્યા છે. આ યાદીમાં ડાયાબીટીસે તેનું માથું ઊંચું કર્યું છે. ડાયાબીટીસ અને યુરિનરી ઈન્કોન્ટિનન્સ વચ્ચે કડી છે તે સંપૂર્ણ સમજી શકાય છે, પરંતુ ડોક્ટરો ડાયાબીટીસ સાથેના લોકોમાં યુરિનરી ઈન્કોન્ટિનન્સ અને પેશાબના ગળતરનાં અન્ય સ્વરૂપોનું ઉચ્ચ જોખમ પર અનેક થિયરીઓ ધરાવે છે.

સ્થિતિ તરીકે ડાયાબીટીસથી રક્તપ્રવાહ ઘટે છે, શર્કરાનો સ્તર વધે છે અને ધમનીઓની અનેક સમસ્યાઓ પેદા કરે છે. જોકે અધ્યયનોમાં એવું જણાયું છે કે મૂત્રાશયની સંવેદના અને સંવેદી કામગીરી પણ ડાયાબીટીસથી અસરગ્રસ્ત થઈ શકે છે. આથી જ ડાયાબીટીસમાં યુરિનરી ઈન્કોન્ટિનન્સ તેમ જ અમુક યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેકશન્સ (યુટીઆઈ) અનેક કારણોમાંથી એક હોવાનાં અનેક મુદ્દા છે.

ડાયાબીટીસ યુરિનરી ઈન્કોન્ટિનન્સ પેદા કરી શકે તેવી પાંચ રીત

1.       મૂત્રાશય સંવેદનારહિત થવું

આ મોટે ભાગે ડાયાબીટીસ દ્વારા પેદા થતી મૂત્રાશયમાં ધમનીના કોષોની હાનિનું પરિણામ હોય છે. તે ઓટોનોમિક એફરન્સ ધમનીઓને જૂજ હાનિ સાથે શરૂ થાય છે, જે પછી યંત્રની કામગીરી અકબંધ રહે છે, પરંતુ મૂત્રાશય ખાલી થયું નથી એવું મહેસૂસ કરાવે છે, જેને લીધે પેશાબની સાતત્યતા ઓછી થાય છે. આ ન્યુરોપેથી પ્રગતિ કરે તેમ ધમનીઓ ગૂંચવાય છે, જેને લઈ મૂત્રાશય સંપૂર્ણ ખાલી થતું નથી, યુરિનરી ડ્રિબલિંગ અને ગળતરમાં પરિણમે છે.

2.       વધુ પડતી તરસ

યુરિનરી ઈન્કોન્ટિનન્સ વધુ ગંભીર આરોગ્યની સ્થિતિમાંથી ઉદભવતી ગૂંચ તરીકે પેદા થતી ઘણી બધી સ્થિતિમાંથી એક છે. હવે ડાયાબાટીસનાં પ્રમાણસર લક્ષણોનો વિચાર કરીએ, જેમાં વારંવાર પેશાબ કરવાની ઈચ્છ થાય છે, ભૂખ વધે છે અને દેખીતી રીતે જ તરસ અને થાક વધે છે. તાર્કિક રીતે જોઈએ તો તમે જેટલું વધુ પાણી પીઓ તેટલું વધુ પેશાબ કરવાની શક્યતા છે. ફરક એટલો જ છે કે આ તરસ ડાયાબીટીસથી લાગે છે.

3.       ડાયાબીટીસની દવાઓ લક્ષણો વધારી શકે

ડોક્ટરો મોટે ભાગે રક્ત શર્કરાનો સ્તર નિયંત્રણમાં આવવા મદદરૂપ થતી અમુક દવાઓ લખી આપે છે. આ પ્રક્રિયામાં આ દવાઓ  રક્ત શર્કરાને પેશાબમાં દોરે છે, જે મૂત્રાશયમાં ખંજવાળ પેદા કરી શકે અને ઈન્કોન્ટિનન્સ પેદા થઈ શકે છે. આ હંગામી સ્થિતિ હોઈ શકે છે. ખાસ કરીને તમારું મૂત્રાશય તે છતાં સાજા થવાની શક્તિ ધરાવે છે.

4.       ઉચ્ચ રક્ત શર્કરા અને યુટીઆઈ

તમારા લોહીમાં શર્કરા અને તમારા પેશાબમાં શર્કરા તમારા મૂત્રાશય અને મૂત્રમાર્ગ પર નકારાત્મક અસર કરી શકે છે. તે તમારી પ્રતિરક્ષાના પ્રતિસાદને હાનિ પહોંચાડી શકે અને જીવાણુ અને અન્ય જીવાત તમારા મૂત્રાશયમાં ઘૂસી શકે, જે પ્રક્રિયામાં ચેપ પેદા થઈ શકે છે. ડાયાબીટીસ ઉપાપચય સ્થિતિ છે, જે દરમિયાન રક્ત શર્કરાનો સ્તર સામાન્ય કરતાં વધુ હોય છે. તે તમારા પેશાબમાં રાહત શોધી શકે અને હાનિ પેદા કરી શકે છે.

5.       વધતો શર્કરાનો સ્તર

ડાયાબીટીસથી અસરગ્રસ્ત વ્યક્તિને મૂત્રાશયમાં અને આસપાસમાં ધમનીની હાનિ પહોંચી શકે છે, જેને મોટે ભાગે ઓટોનોમિક ન્યુરોપેથી તરીકે ઓળખવામાં આવે છે. તે રક્ત શર્કરાનો સ્તર નિયંત્રણમાં નહીં આવે ત્યારે ઉદભવે છે, જે પછી મૂત્રાશયના વિકારમાં પરિણમે છે.

જો તમને ડાયાબીટીસ હોય તો તમારી રક્ત શર્કરા અને ગ્લુકોઝના સ્તરને કાબૂમાં રાખવાનું મહત્ત્વપૂર્ણ છે. ઉપરાંત યુરિનરી ઈન્કોન્ટિનન્સ તરીકે આવી ગૂંચ ટાળવા માટે દવાઓની આડઅસરોને સમર્થન આપવાની ખાતરી રાખો. અને જો તમને યુરિનરી ઈન્કોન્ટિનન્સની સમસ્યા હોય તો આ સ્થિતિનો ઉપચાર અને માવજત કરવાની રીત છે. વિકલ્પો માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરો. ડો. બંશી સાબૂ, એમડી પીએચડી, ડાયાબીટોલોજિસ્ટ, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.