Western Times News

Gujarati News

જામજાેધપુરમાં ખાનગી બસ પલટી જતા બાળકીનું મોત

જામનગર, જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકામાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જામજાેધપુર તાલુકાના ગોપ ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ વરસાદમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક ૭ વર્ષની બાળકીનું મોત થયુ છે. જ્યારે બસમાં સવાર ૧૫ જેટલાં મુસાફરોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ખાનગી બસ પલટી જતા બસમા સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસ પલટી જતા કમનસીબે એક ૭ વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.

જ્યારે અન્ય ૧૫ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસ પલટી જતા રસ્તા પર ટ્રાફિકની પણ ભારે સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જાે કે, તંત્ર દ્વારા જેસીબીની મદદથી બસને સીધી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, આ ખાનગી બસ ગોધરાના દાહોદથી મુસાફરો ભરીને ભાણવડ તરફ જઈ રહી હતી. તે સમયે ગોપ ગામના પાટીયા નજીક બસ પહોંચી અને વરસાદના કારણે તે પલટી ખાઈ ગઈ હતી. ગોપ ગામના પાટીયા પાસે બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. વરસાદના કારણે બસ રોડ પરથી નીચે ઉતરી જતા આ અકસ્માત સર્જાયો હતો. જે બાદ ગામના લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા મથામણ કરી હતી.

આ દુર્ઘટનામાં એક સાત વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. જ્યારે અન્ય ૧૫ જેટલાં મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ ૧૦૮ને ઘટનાની જાણ કરી હતી અને બાદમાં અલગ અલગ ચાર જેટલી એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ રસ્તા પર બસ પડી હોવાથી ભારે ટ્રાફિક પણ સર્જાયો હતો. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બાદમાં સ્થાનિક તંત્રની મદદથી બસને સીધી કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.