Western Times News

Gujarati News

પ્રાથમિક શાળાના શિક્ષકોએ આઠ કલાક કામ કરવું પડશે

ગાંધીનગર, પ્રાથમિક શાળાના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષકોએ ફરજીયાત ૮ કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે. જેથી શિક્ષકોએ અઠવાડિયાના ૪૫ કલાક કામગીરી કરવાની રહેશે. આરટીઆઈના નિયમ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં ૮ કલાકની હાજરી આપવાની હોય છે. જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આરટીઇના નિયમોનું અલગ અલગ અર્થઘટન કરીને કોઇ જિલ્લામાં સવારે ૧૦થી સાંજના ૬ સુધી તો ક્યાંક સવારના ૯.૩૦થી સાંજના ૫.૩૦ સુધી શિક્ષકોને શાળાએ હાજરી માટેના પરિપત્ર કરાયા છે.

આ અંગે શિક્ષકોમાં ભારે વિરોધ જાગ્યો છે. પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ, દિગુભા જાડેજા, આરટીઇની આ જાેગવાઇ વર્ષ ૨૦૦૯થી આવેલી છે. તે મુજબ આ કલાકોમાં વિદ્યાર્થીઓ વગર એકલા જે તૈયારી કરવાની હોય છે તે માટે છે. અથવા ઘરેથી તૈયારી કરીને રોજનિશી આચાર્ય પાસે વેરીફાઇ કરાવતા હોય છે. જે બાદ શાળાનું વર્ગ કાર્ય ચાલુ થતુ હતું. આ અંગે અલગ અલગ રાજ્યમાં અલગ અળગ અર્થઘટન કરવામાં આવ્યું છે.

આ અંગે રાજ્ય સંઘ દ્વારા નિયામકને રજૂઆત કરવામાં આવી છે. અમારી માંગણી અને રજૂઆત છે કે, જે પહેલા શાળાઓ ૧૦.૩૦થી ૫ ચાલુ રાખવામાં આવતી હતી તે રીતે જ રાબેતા મુજબ રહે. જેથી સમગ્ર રાજ્યમાં શિક્ષણમાં એકસૂત્રતા રહે છે.

આથી નિયામક સમક્ષ આ સમય પુનઃ અમલી કરવા રજૂઆત કરાઇ છે. નોંધનીય છે કે, ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત પ્રાથમિક શાળામાં તૈયારી માટે તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના ૪૫ કલાકની કામગીરી કરવાની રહેશે. એટલે કે દિવસની શાળાઓમાં સોમથી શુક્ર દરમ્યાન દરરોજ આઠ કલાકની કામગીરી કરવાની રહેશે. શનિવારે ૫ કલાકની કામગીરી કરવાની રહેશે તેવી જાેગવાઈ છે.

આ ઉપરાંત સરકારના અન્ય તમામ વિભાગોમાં પણ નોકરી ફરજનો સમય ઓછોમાં ઓછો ૮ કલાકનો હોય છે. જેથી અનેક સલાવ ઉભા થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.