Western Times News

Gujarati News

બાયડ ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ ઝાલાના પુત્રના ખેતરમાંથી ૧૮ દારૂની બોટલ ઝડપાઇ

(પ્રતિનિધિ)ભિલોડા, ગુજરાતમાં એક તરફ સરકાર દ્વારા દારૂબંધીની વાત કરવામાં આવે છે અને બીજી તરફ ભાજપના નેતાઓના સગા સંબંધીઓ જ લાખો રૂપિયાના દારૂના મુદામાલ સાથે પકડાય છે.

બાયડ ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર મનુસિંહ ઝાલા ચોઈલા ગામની સીમમાં ખેતરમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો હતો બાયડ પોલીસે રેડ કરી ખેતરમાં સંતાડેલ ૫ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસરેડની ગંધ આવી જતા પૂર્વ ધારાસભ્યનો પુત્ર રફુચક્કર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા બાયડ ભાજપ પૂર્વ ધારાસભ્યનો પુત્ર વિદેશી દારૂ સાથે ઝડપાતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

પંચમહાલ ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો પૌત્ર વિદેશી દારૂના મસમોટા જથ્થા સાથે ઝડપાઇ જવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્રના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા રાજ્યમાં કડક દારૂબંધીના કાયદાની હવા નીકળી ગઈ છે બુટલેગર મનુસીંહ ઝાલાના મોટા ભાઈ વિષ્ણુસિંહ ઝાલા જીલ્લા પંચાયતના નેતા છે.

બાયડના પૂર્વ ધારાસભ્ય ઉદેસીંહ ઝાલાનો પુત્ર મનુસિંહ ઝાલા વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મહિલા પીએસઆઈ પરમારને મળતા તેમની ટીમ સાથે મનુસિંહ ઝાલાના ચોઈલા ગામની સીમમાં જીવાકલાની મુવાડી જવાના રસ્તા પર આવેલ વાવેતર વાળા ખેતરમાં ત્રાટકી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૩ કીં.રૂ.૫૦૯૫/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર મનુસિંહ ઉદેસીંહ ઝાલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.