Western Times News

Gujarati News

અમદાવાદ: રાણીપમાંથી ૧૬ કિલોગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી

પોલીસની પૂછપરછમાં આરોપી પકડાયેલ ૧૬ કિલો ગાંજાે સુરતમાં રહેતો કિરણ નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો

નવી દિલ્હી, અમદાવાદ શહેરમાંથી ફરી એક વખત યુવાધનને બરબાદ કરતો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી વિસ્તારમાંથી ૧૬ કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કોણ છે યુવાધનને બરબાદ કરનાર આરોપીઓ અને કઇ રીતે કરે છે તસ્કરી તે તરકીબ પણ ચોંકાવનારી છે.

એસઓજી ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ હસન ફિરોજ ઉર્ફે મચ્છી છે. આરોપી અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ સૈયદ રીયાઝ હુસેનની ચાલીમાં રહે છે. આરોપીની ઉંમર માત્ર ૨૪ વર્ષ છે પરંતુ નાની ઉંમરે વધુ પૈસા કમાવવાની લાલચે ગાંજાે વેચવાનું શરૂ કર્યું હતું.

જાેકે આરોપીનું શોર્ટ કટમાં રૂપિયા કમાવવાનો કીમિયો લાંબો સમય ન ચાલ્યો. અંતે પોલીસે બાતમીના આધારે આરોપીને ૧૬ કિલો ગાંજા સાથે સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડી ૨ લાખ ૫૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પકડાયેલ ૧૬ કિલો ગાંજાે સુરતમાં રહેતો કિરણ નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો.

સુરતમાં રહેતો અને ગાંજાનો સપ્લાય કરતો આરોપી કિરણ વડોદરા સુધી ગાંજાે મોકલી આપ્યો હતો. જાે કે ત્યારબાદ આરોપી હસન પોતાના ખાનગી વાહનમાં વડોદરાથી અમદાવાદ ગાંજાે લાવીને વેચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપી ની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ બાદ વધુ ખુલાસા સામે આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.