Western Times News

Gujarati News

ગુજરાતમાં સહિષ્ણૂતા અને ભાઈચારો છે તેનું કારણ દારૂબંધી છે: રાજયપાલ

ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ગુજરાતમાં સહિષ્ણૂતા અને ભાઈચારો છે તેનું કારણ દારબંધી છે, રાજ્યપાલે નીતિન પટેલની વાતને રજૂ કરતા કહ્યું કે કોઈએ નાયબ મુખ્યમંત્રીને પુછ્યુ હતું કે અન્ય રાજ્યોમાં દારૂના ટેક્સથી કરોડોની આવક થઈ રહી છે, તમે કેમ નથી શરૂ કરતા દારૂ તો નીતિન પટેલના જવાબમાં કહ્યું કે અમારે એવા પૈસા નથી જાેઈતા, જેને લઈ રાજ્યપાલે નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે વ્યસન સમાજમાં નુકસાન કરે છે, દારૂ સમાજને બગાડવાનું કામ કરે છે સારું છે ગુજરાતમાં દારૂ બંધી છે.

મહત્વનું છે કે દારૂબંધી માટે ટેક્સની આવક ગુમાવવા પણ તૈયાર તેવું નીતિન પટેલે થોડા દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું. રાજ્યમાં દારૂબંધી વિશે નીતિન પટેલે એવું પણ કહ્યું હતું કે આપણું ગુજરાત દારૂબંધીને વરેલું છે, દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છે.

રાજ્યનું ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે. આપ સૌને ખ્યાલ છે કે ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે – તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે. તેમણે નિવેદન દરમિયાન ભાર આપીને કહ્યું હતું કે સરકાર દારૂબંધી માટે ટેક્ષની આવક પણ જતી કરવા તૈયાર છે.

ઉલ્લેખનિય કે ગુજરાતમાં દારૂબંધીની માત્ર પોકળ વાતો થતી હોય તેવો કિસ્સો સામે આવતા હોય છે ત્યારે આજે વધુ બે કિસ્સોઓ સામે આવ્યો છે જેમાં ભાવનગરના મનપા કર્ચમારીની ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી છે, આ કર્મચારી અકવાળા તળાવ ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે, મહાનગરપાલિકાના કર્મચારીની ઓફિસમાં દારૂની બોટલનો ફોટો અને વીડિયો હાલ વાયરલ થયો છે.

જ્યારે વધુ એક અન્ય કિસ્સામાં અરવલ્લીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે વિદેશી દારૂના વેચાણ મામલે ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ ઝાલાના પુત્ર મનુસિંહ ઝાલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

મહત્વનું છે કે પોલીસે જીવાકલાની મુવાડી ગામે ધારાસભ્યના પુત્ર દ્વારા ચલાવાતા દારૂના અડ્ડા પર દરોડા પાડી ૫ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો છે. જ્યારે ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્ર મનુસિંહ ઝાલા ફરાર થઈ જતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે, મહત્વનું છે કે બુટલેગરના ભાઈ વિષ્ણુસિંહ ઝાલા ભાજપના જિલ્લા પંચાયતના નેતા હોવાનું પણ મનાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.