Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદીની પબ્લિક સર્વિસની ભાજપ જોરદાર ઉજવણી કરશે

નવીદિલ્હી, નરેન્દ્ર મોદીને ‘પબ્લિક સર્વિસ’ એટલે કે જાહેર જનતાની સેવામાં બે દાયકા પૂરાં થાય તેની જાેરદાર ઉજવણી કરવા ભાજપ સંગઠનને આદેશ અપાયો છે. ભાજપ ‘સેવા ઔર સમર્પણ અભિયાન’ તરીકે ઉજવણી કરશે.

મોદી ૧ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. મોદી ૧૩ વર્ષ મુખ્યમંત્રીપદે અને પછી ૭ વર્ષ વડાપ્રધાનપદે રહ્યા છે. ૧ ઓક્ટોબરે તેમને સત્તામાં બે દાયકા પૂરાં થશે પણ ભાજપ બે અઠવાડિયાં પહેલાં એટલે કે મોદીના જન્મદિને ૧૭ સપ્ટેમ્બરથી ઉજવણી શરૂ કરી દેશે.

મોદીનાં શાસક તરીકે વીસ વર્ષ પૂરાં થતાં હોવાથી વીસ દિવસ સુધી ચાલનારા ‘સેવા ઔર સમર્પણ અભિયાન’માં દેશભરમાં મોટા પાયે સ્વચ્છતા અને રક્તદાન અભિયાન યોજાશે.

મોદીની શાસક તરીકેની બે દાયકાની સફરમાં મહત્વના ર્નિણયોને પણ હાઈલાઈટ કરાશે. જે.પી. નડ્ડાએ ઉજવણીમાં બીજું શું શું કરી શકાય તેનાં સૂચનો તાત્કાલિક રીતે મોકલવા પણ પ્રદેશ સંગઠનોને કહ્યું છે. ૭ ઓક્ટોબરે ‘સેવા ઔર સમર્પણ અભિયાન’ સમાપ્ત થાય ત્યારે મોદી ભાજપ કાર્યકરોને સંબોધે એવું આયોજન પણ કરાઈ રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.