Western Times News

Gujarati News

તાલિબાને પોતાની નવી સરકારની જાહેરાત કરી

વડાપ્રધાનૃ મુલ્લા હસન અખુંદ

ગૃહમંત્રી – સીરાજુદ્દીન હક્કાની
સંરક્ષણ મંત્રી- યાકુબ

કાબુલ, અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ કબજાે જમાવી લીધા બાદ છેલ્લાં કેટલાંક દિવસોથી સરકાર રચવા માટે તાલિબાન તથા તેની સાથે જાેડાયેલાં અન્ય સંગઠનોનાં નેતાઓ કવાયત કરી રહ્યાં હતાં. એક તબક્કે આ નેતાઓમાં ફાટફુટ પડી હોવાના અહેવાલો પણ બહાર આવ્યા હતાં. પરંતુ આજે મંગળવારે પ્રવક્તાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારની જાહેરાત કરી હતી.

જેમાં વડાપ્રધાન તરીકે મુલ્લા મોહમંદ હસન અખુંદ અને બે નાયબ વડાપ્રધાનની નિયુક્તિ કરવામાં આવી છે. ગૃહમંત્રી તરીકે સીરાજુદ્દીન હક્કાની અને મૌલવી મોહમંદ યાકુબની સંરક્ષણ મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. તાલિબાન સરકારમાં કુલ ૩૩ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલિબાન સરકારની રચનાથી હવે તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે તમામની નજર સરકારની કામગીરી ઉપર મંડાયેલી છે.

૧૫ ઓગસ્ટે અફઘાનાનિસ્તાન પર સંપૂર્ણપણે કબજાે કરનાર આતંકી સંગઠને પોતાની સરકારના ગઠનની જાહેરાત કરી છે. મુલ્લા મોહમ્મદ હસ અખુંદને મંત્રી પરિષદના પ્રમુખ એટલે કે નવી સરકારના ચીફ બનાવવામાં આવ્યા છે.

તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદ આ અંગેની જાણકારી આપી. તાલિબાને જણાવ્યું કે હાલ એક કેરટેકર કેબિનેટ સરકારની જવાબદારી સંભાળશે. મૌલવી મોહમ્મદ યાકૂબ મુઝાહિદ અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી હશે. તો સિરાઝુદ્દીન હક્કાનીને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.

તાલિબાનની વચગાળાની સરકારમાં એક પણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નથી. તાલિબાન પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી નવી સરકારની જાહેરાત કરી. તાલિબાને કોઈ પણ પ્રકારનો સમારંભ કર્યા વગર સરકારની જાહેરાત કરી છે, સમારંભ બુધવારે યોજાય શકે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બને તે પહેલાં જ તુર્કીના વિદેશ મંત્રી યૂસુફ એરિમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. યૂસુફે કહ્યું કે વિશ્વના લોકોને અમારી એક જ સલાહ છે કે તેઓ તાલિબાનની સરકારને માન્યતા આપવામાં કોઈ પ્રકારની ઉતાવળ ન કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.