Western Times News

Gujarati News

શાહીબાગમાં આર્મી જવાનને ઘરમાં પુરી મારામારી કરતા ફરિયાદ

ડીફેન્સ લેન્ડનું બોર્ડ લગાવવાના મુદ્દે જવાનો સાથે અપમાનજનક વર્તન : પોલીસે સમય સૂચકતાથી ઘરમાં પુરેલા આર્મી જવાનને છોડાવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શેહરના શાહીબાગ ખાતે આવેલા કેન્ટોનમેન્ટમાં આર્મીના જવાનને ઘરમાં પુરી દઈ તાળું મારીને તેમની સાથે ઝપાઝપી કરીને વીડીયો રેકોર્ડીંગ કરવાનો બનાવ બનતાં સનસનાટી મચી છે. શાહીબાગ પોલીસને જાણ થતાં જ તેમણે આર્મી જવાનોને છોડાવ્યા હતા. બાદમાં આર્મી જવાને ફરીયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગત એવી છે કે કેન્ટોનમેન્ટ એરીયામાં બંગલા નં.OGB-II ઉપર ડિફેન્સ લેન્ડનું બોર્ડ લગાવેલું હતું જે કેટલાંક દિવસથી જાવા નમળતાં કેન્ટોનમેન્ટના અધિકારીએ તેની તપાસ કરવા માટે આર્મી જવાનને મોકલ્યા હતા જેથી હેડ કોન્સ્ટેબલ સુનીલકુમાર બલોદા (૩૪) અને નાયક ટંકા ચામલાભાઈ બંગલા ઉપર જઈ ત્યાં હાજર મુનાવરઅલી સૈયદ અને કિશોર નટવરલાલ મુછાળ નામના વ્યક્તિને બોર્ડ ફરી લગાવવા કહયું હતું જે બોર્ડ બંને શખ્સોએ ઉતારીને ઘરમાં મુકી રાખ્યું હતું.

જાકે બીજા દિવસે પણ ત્યાંથી નીકળતાં બોર્ડ જાવા ન મળતા સુનીલકુમાર તથા ચામલાભાઈ પુછપરછ કરવા ઘરમાં ગયા ત્યારે મુનાવરઅલી તથા કિશોરે તેમની સાથે ઝઘડો કર્યો હતો અને વિડીયો રેકોર્ડીંગ કરી તેમાં બંને જવાન જબરદસ્તીથી ઘરમાં ઘુસી ગયા હોવાનું બોલતા હતા ઉપરાંત મુનાવરઅલી ક્યાંકથી તાળું લાવી બંને કાંઈ સમજે એ પહેલાં જ ઘરને તાળા મારીને અંદર પૂરી દીધા હતા તથા બુમાબુમ કરતા બહાર લોકો એકઠા થઈ ગયા હતા.

જેના પગલે સુનીલકુમારે પોતાના ઉપરી અધિકારીને જાણ કરી હતી ઉપરાંત પોલીસને ફોન કરતાં કલાકના સમયગાળામાં પોલીસે આવીને તેમને છોડાવ્યા હતા આ અંગે સુનીલકુમારે મુનવરઅલી તથા કિશોર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે ઘટનાથી સ્તબ્ધ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર બંને શખ્સો સાથે મારામારી પણ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.