Western Times News

Gujarati News

રકતદાન ક્ષેત્રે ગુજરાત વ્યાપી ઝુંબેશ ચલવાતાં વિનય જસાણીનું ડો. કથીરીયા દ્વારા સન્માન કરાયું

સમગ્ર સૌરાષ્ટ્રમાં સેંકડો રકતદાન કેમ્પ કરી, કરાવીને હજારો દર્દી નારાયણ, દરીદ્ નારાયણ, થેલેસેમીયા પીડિત બાળકોને નવજીવન આપવામાં નિમિત બનનાર, સેવાવ્રતી વિનયભાઈ જસાણીનું ગૌમાતાની પ્રતિમા અર્પણ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી, શતકવીર રકતદાતા ડો. વલ્લભભાઈ કથીરીયા અને એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણીએ અભિવાદન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીમદ્ રાજચંદ્ સેવા ગ્રુપનાં વિનય જસાણી એ ૧૩૫ વાર રકતદાન કરેલું છે. તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રની લગભગ કોલેજ અને ઈન્ડસ્ટ્રીઝ તેમજ સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં તથા હજારો લોકોને પ્રોત્સાહીત કરી રકતદાન કરાવેલ છે.

વર્ષ–૨૦૨૦ માં રાજય સરકાર દ્વારા ૭૧ માં પ્રજાસતાક દિનની ઉજવણી રાજકોટ ખાતે કરી, એક જ દિવસમાં ૧૦ અલગ અલગ જગ્યાએ રકતદાન કેમ્પની જવાબદારી તેમને સોંપેલ જેમાં વિનયભાઈ જસાણીનું કામ ખૂબ પ્રશસનીય રહયું હતું. કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન સવારના ૮ થી રાત્રીના ૯ સુધી સોસાયટી,

એપાર્ટમેન્ટમાં રકતદાન કેમ્પ કરી હજારો યુનીટ રાજકોટ સિવિલ તેમજ રેડક્રોસ બ્લડ બેંકને અર્પણ કરેલ અને માય એફ એમ દ્વારા ‘જીઓ દિલસે નેશનલ એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવેલ હતો. ટુંક સમય પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર શ્રી ગણેશસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે હજારો બોટલ્સ એકત્ર કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ,

અમદાવાદ કેન્સર હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પીટલ, જામનગર અને ભાવનગર સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવેલ હતી. ખાસ તો થેલેસેમીયા ગ્રસ્ત બાળકો, કેન્સર, કિડનીના દર્દીઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓ જેવા કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી વિનયભાઈ વર્ષોથી સેવા આપે છે.

કોઈ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં સિવિલ હોસ્પિટલ માટે ડોનેશન કેમ્પ કરવા માંગતા હોય તો વિનય જસાણી મો.નં. ૯૪૨૮૨૦૦૬૬૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.