Western Times News

Gujarati News

ઘરે ઘરે જઈ રસીકરણ કરવાનો આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં કોરોનાની અલગ અલગ સ્થિતિમાં અને પ્રશાસનિક જટિલતાઓને જાેતા ડોર-ટુ-ડોર રસીકરણના આદેશ આપવા શક્ય નથી. ખાસ કરીને ત્યારે જ્યારે રસીકરણ યોગ્ય પ્રગતિ સાથે આગળ વધી રહ્યું છે. ત્રણ જજાેની બેંચની સામે વળતર સાથે જાેડાયેલી એક અરજી આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતુ કે કોરોનાથી મોતના મામલાને લઈને ચિકિત્સામાં થયેલી બેદરકારીના કારણે મૃતકના સંબંધીઓને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.

કોર્ટે આ અરજી પર સુનવણી કરવાથી ઈનકાર કરી દીધો છે. એપેક્સ કોર્ટે કહ્યું કે કોરોનાના ચાલતા મોટી સંખ્યામાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ મોતનું કારણ મેડિકલ બેદરકારી ન માની શકાય. કોર્ટે કહ્યું કે અમે આની પરવાનગી ન આપી શકીએ. સાથે અરજીને કેન્દ્રીય સરકારના પ્રતિનિઝિત્વના માધ્યમથી ઉપાય સુજવવા કહ્યું હતુ.

બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈમાં પથારીવશ રહેવા મજબૂર નાગરિકોને ઘરે જઈને રસી લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. બીએમસીનું કહેવું છે કે આ પ્રક્રિયા હેઠળ રસી પ્રાપ્ત કરવા માટે લાભાર્થીએને ગત ૬ મહિનાથી પથારવશ હોવું જરુરી છે. સાથે તેમણે પોતાના ડોક્ટર પાસેથી ‘રસી લેવા માટે ફીટ’ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. અરજી બાદ ઘર પર રસીકરણ માટે અપોઈમેન્ટ નક્કી કરવામાં આવે છે અને લાભાર્થી અથવા પરિવારના અનુમાતિ પર હસ્તાક્ષર ડોક્ટરને સ્થળ પર ૩૦ મિનિટ રહેવું ફરજિયાત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.