Western Times News

Gujarati News

ઈન્કમ ટેક્સ દ્વારા સમભાવ ગ્રૂપ સહિત ૨૪ એકમો પર દરોડા

અમદાવાદ, અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં શહેરનાં ૬ લેન્ડ ડિલર્સને ત્યા આઇટી વિભાગ ત્રાટકયું છે. શહેરના કુલ ૨૪ થી વધુ એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સમભાવ ગ્રુપ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના દિગ્ગજાેને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે. અમદાવાદમાં લાંબા સમય બાદ આઈટીનું મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું આવકવેરા વિભાગના દરોડાથી ચકચાર મચી ગઈ છે.

વહેલી સવારે શરૂ કરાયેલા આ ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો પડી ગયો છે. જેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં દિપક ઠક્કર અને યોગેશ પુજારા,કે.મહેતા ગ્રુપ,સમભાવ ગ્રૂપ,મનોજ, કિરણ, શૈલેષ, રાજેશ વડોદરિયા, – નિલા સ્પેસ, વાસુભૂતિ માર્કેટિંગ, વેદ ટેકનોસર્વ અને અશોક ભંડારી, જગદીશ પાવરા, શીતલ ઝાલાનો સમાવેશ થાય છે સુત્રોએ કહ્યું હતું કે કેટલીક વાંધાજનક વસ્તુ મળી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.