લગ્નોમાં પુત્રીઓને મિલ્કતમાં તેમનો હક્ક આપવા ભલામણ
નવી દિલ્હી, મંગળવારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ઈસ્લાહે મુઆશરા (સમાજ સુધાર) કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં અનેક મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન બોર્ડના અધ્યક્ષ મૌલાના રાબે હસની નદવીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, મુસ્લિમોએ ઈસ્લામ ધર્મને નમાજ પૂરતો સીમિત કરી દીધો અને સામાજિક મામલાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. લગ્નોમાં દહેજ આપવાના બદલે છોકરીઓને પ્રોપર્ટીમાં તેમનો અસલ હક આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ઈસ્લામમાં દહેજ આપવા અને લેવા બંનેની મનાઈ છે. તેમ છતાં ભારતમાં મુસલમાનોના ત્યાં પણ લગ્નોમાં દહેજનું ચલણ છે. છોકરીઓને લગ્ન વખતે દહેજમાં કશું આપવું જાેઈએ તે મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય બને છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા અનેક વખત દહેજને ગેર-ઈસ્લામિક ઠેરવવામાં આવ્યું છે. જાેકે તેમ છતાં આ રીત-રિવાજ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. આ કારણે જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ દહેજ પ્રથાને સંપૂર્ણપણે બંધ કરવા માટે મુસલમાનોને વિનંતી કરી છે.
મૌલાના રાબે હસન નદવીએ જણાવ્યું કે, ઈસ્લામ ધર્મ જીવનના તમામ ક્ષેત્રોમાં આપણને માર્ગદર્શિત કરે છે માટે મુસલમાનોએ દરેક ક્ષેત્રમાં હલાલ અને હરામનું ધ્યાન રાખવું જાેઈએ. ઈસ્લામને ફક્ત નમાજ પૂરતો સીમિત ન રાખવો જાેઈએ. ઈસ્લામી શરીયતને બદનામ કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે, મુસલમાનોએ સામાજીક રીત-રિવાજાેથી બચવું જાેઈએ તથા સુન્નત અને શરીયત પ્રમાણે શાદી કરવી જાેઈએ. શાદીમાં દહેજ આપવાના બદલે સંપત્તિમાં છોકરીને તેનો હક આપવામાં આવે. શાદી દરમિયાન ઈસ્લામી દિશા-નિર્દેશોનું પાલન કરવું જાેઈએ જેથી કોઈ મુસ્લિમ છોકરી પોતાના ઘરમાં અવિવાહિત ન બેસે. આ માટે શાદીઓ સરળ બનાવવામાં આવે અને કોઈ પણ જાતના દહેજ વગર નિકાહ થાય.
જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ અને બોર્ડની કાર્યકારી સમિતિના સદસ્ય હજરત મૌલાના સૈયદ અરશદ મદનીએ જણાવ્યું કે, સરળ શાદી અભિયાનને સફળ બનાવવા માટે પ્રભાવશાળી લોકોની એક સમિતિ બનાવવી જાેઈએ. સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું કે, શાદીને સરળ અને બધા માટે સુવિધાજનક બનાવવા માટે સામાજીક દબાણ બનાવવું જાેઈએ. મહિલાઓને શિક્ષિત કર્યા વગર બદલાવ સરળ નથી.SSS