Western Times News

Gujarati News

તાલિબાનની સરકાર બનતા ચીનને ૩૧ મિલિયન અમેરિકન ડોલરની મદદનું એલાન કર્યુ

બીજીંગ, અફઘાનિસ્તામાં તાલિબાનની સરકાર બનતાના ૨૪ કલાકની અંદર ચીનને બુધવારે ૩૧૦ લાખ(૩૧ મિલિયન) અમેરિકન ડોલરની મદદનું એલાન કર્યુ છે. ચીને કહ્યું કે આ અરાજક્તા ખતમ કરવા અને વ્યવસ્થાને સ્થાપિત કરવા માટે જરુરી છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ પર પડોશી દેશોના વિદેશ મંત્રીઓની પહેલી બઠકમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું ચીન અફઘાનિસ્તાનને ૨૦૦ મિલિયન યૂઆન(૩૧ મિલિયન અમેરિકન ડોલર)ની મદદ અંતર્ગત અનાજ, ઠંડીનો સામાન અને કોરોનાની રસી તેમજ જરુરી દવા આપશે.

પાકિસ્તાનની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઈરાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી. જાે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની મેજબાનીમાં આયોજીત આ બેઠકમાં રશિયાએ ભાગ નહોંતો લીધો. વાંગ યીનું કહેવું છે કે પહેલા જથ્થામાં ચીને અફઘાનિસ્તાનને ૩૦ લાખની રસી દાન કરવાનો ર્નિણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે બાયડન પ્રશાસનની પાસે ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ દ્વારા રાખવામાં આવેલા અફઘાની સોના, રોકણ અને વિદેશી મુદ્રા ભંડારની જારી કરવાની કોઈ હાજર યોજના નથી. ઉલ્લેખનીય છે કે તાલિબાનના કબ્જા બાદ આને ફ્રીજ કરી દેવામાં આવ્યા હતા.

જાે કે રાજનીતિક વિશેષજ્ઞોનું કહેવું છે કે જાે ચીન, રશિયા અને કોઈ અન્ય દેશ તાલિબાનને ધન પુરુ પાડવાનું ચાલુ રાખશે તો તાલિબાનને આ આર્થિક લાભની વધારે જરુર નહીં પડે. એ જણાવવામાં આવ્યું છે કે બજિંગને રોકાણ કરવામાં થોડોક સમય લાગી શકે છે. તે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.