Western Times News

Gujarati News

તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને CAAને રદ કરવા કેન્દ્ર સરકારને કરી માંગ

ચેન્નાઇ, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાજય વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં તેમણે કેન્દ્ર સરકારને નાગરિકતા સંશોધન અધિનિયમ (ઇવાયવાય)ને રદ કરવાનો આગ્રહ કર્યો છે. વિધાનસભામાં સીએએના વિરોધ લાવવામાં આવેલ પ્રસ્તાવ પર બોલતા સ્ટાલિને કહ્યું કે નાગરિકતા સંશોધન અધિનિયમ શરણાર્થીઓની સાથે તેમની ધાર્મિક સંબદ્‌ઘતા અને રાષ્ટ્રીયતાના આધાર પર ભેદભાવ કરવા માટે બનાવવામાં આવ્યો હતો, તેમની સ્થિતિ ગમે તે હોય.

આ પહેલા સ્ટાલિને કહ્યું હતું કે શ્રીલંકાઇ તમિળ શરણાર્થીઓના કલ્યાણ માટે જલ્દીથી એક સમિતિની રચના કરવામાં આવે, જે નાગરિકતા અને શ્રીલંકા પરત આવનારાઓ માટે વ્યવસ્થા કરવા જેવા મામલાઓ ઉપરાંત અન્ય ચીજાે પર દીર્ઘકાલિન સમાધાનની દિશામાં કામ કરશે. ૨૬૧.૫૪ કરોડ રૂપિયા શિબિરોમાં રહેનારા લોકો માટે ઘરોના પુનનિર્માણ તેમજ બુનિયાદી સ્વરૂપમાં સુધાર માટે ખર્ચ કરવામાં આવે જયારે ૧૨.૨૫ કરોડ રૂપિયા શિક્ષણ તેમજ નોકરીની તકો ઉભી કરવા માટે અને ૪૩.૬૧ કરોડ રૂપિયા તેમના જીવન સ્તરમાં સુધાર લાવવા માટે ખર્ચ કરવામાં આવશે.

સ્ટાલિને સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોનું ખાનગીકરણ બાબતે ચિંતા વ્યકત કરી હતી. ગત શુક્રવારે કેન્દ્રને સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોનું ખાનગીકરણ કરવાના ર્નિણય પર પુનઃ વિચાર કરવાની અપીલ કરી અને કહ્યું કે તે દેશના ઔદ્યોગિકરણ અને આર્ત્મનિભરતા લ-યોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્ટાલિને એક દિવસ પહેલા વિધાનસભામાં કહ્યું હતું કે તે આ વિષય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખશે.

સરકારી સૂચના અનુસાર સ્ટાલિનને પ્રધાનમંત્રીને મોકલેલા પત્રમાં કહ્યું કે એવા એકમો લગાવવા માટે સરકારી જમીન ઉપરાંત લોકોની જમીન પણ આપવામાં આવી હતી. એટલે લોકોને એવા એકમો પર ગર્વ તેમજ અધિકાર છે. કેન્દ્રની રાષ્ટ્રીય મૌદ્રીકરણ પાઇપલાઇન યોજના ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીને કહયું કે આ સ્પષ્ટ નથી કે આ નાના તેમજ મધ્ય ઉદ્યોગો તેમજ અહીં કાર્યરત કર્મચારીઓ પર શું અસર પડશે.

સ્ટાલિને કહ્યું કે નામને ભૂલી જવા દેવામાં આવે તો દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ધ્યાન આપતા માલૂમ પડશે કે મોટા પાયા પર આવા ખાનગીકરણની સરકારી સંપત્તિઓ કેટલાક સમૂહો અથવા મોટા નિગમોના હાથોમાં જતી રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.