Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના નવા કુલ ૧૯ કેસ નોંધાયા

Files Photo

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના નવા કેસ ૧૦ ના આંકડા સુધી જઇને ફરી એકવાર કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે નવા ૧૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૦ દર્દીઓ સાજા થયા છે.

અત્યાર સુધી કોરોનાને કારણે ૮,૧૫,૩૩૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેથી કોરોનાનો રિકવરી રેટ પણ વધીને ૯૮.૭૬ પર પહોંચી ચુક્યો છે.

બીજી તરફ રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. આજે ૫,૮૦,૦૭૦ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૧૫૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૪૪ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૫,૩૩૧ નાગરિકો અત્યાર સુધી કોરોનાને હરાવી ચુક્યા છે. તો ૧૦૦૮૨ નાગરિકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

જાે કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૩ કેસ, સુરત, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં ૩-૩ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખેડા ૨, કચ્છ ૨, રાજકોટ ૨, નવસારી ૧, સાબરકાંઠા ૧, વડોદરા ૧, અને વલસાડ ૧ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૨૦ કર્મચારીને રસીનો પ્રથમ અને ૭૦૦૧ કર્મચારીને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૪૫ વર્ષથી ઉંમરના ૮૨,૬૫૦ નાગરિકોને રસીનો પ્રથમ અને ૮૧૯૮૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૩૯૭૫૭ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૬૮૬૫૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫,૮૦,૦૭૦ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૫,૧૩,૭૫,૪૧૯ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.