Western Times News

Gujarati News

લંડનના સંખ્યાબંધ સુપર માર્કેટ અને ગ્રોસરી સ્ટોરમાં દૂધ અને પાણીની તીવ્ર અછત

બ્રેકઝીટ અને ખોરવાઈ ગયેલી સપ્લાય ચેઈનના પગલે વિવિધ પ્રકારના માલસામાનની તંગી

(એજન્સી) લંડન, કોવિડની મહામારી અને બ્રેકઝીટજેવા પરિબળોના પરિણામ આજે લંડનના લોકો ભોગવી રહયા છે. શહેરના મોટા મોટા સ્ટોર, સુપર માર્કેટ, ગ્રોેસરી સ્ટોર અને કન્વિનિયન્ટ સ્ટોરમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ની ભારે તંગી સર્જાઈ છે.

આશ્ચર્યની વાત તો એ છે કે મોટા મોટા સુપર માર્કેટ અને લગભગ દરેક ગ્રોસરી સ્ટોરમાં દુધ અને પાણીની બોટલો ખલાસ થઈ ગઈ છે. કોવિડની મહામારીના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડતી સમગ્ર સપ્લાય ચેઈનની વ્યવસ્થા ખોરવાઈ જતા આ પરિણામ આવ્યુ છે.

સત્યેન પટેલ નામના ગુજરાત વેપારીના સેન્ટ્રલ લંડનમાં આવેલા કન્વિનિયન્ટ સ્ટોરની મોટાભાગની છાજલીઓ આજે ખાલી ખાલી દેખાય છે. The supply chain troubles caused by Brexit and the pandemic have been so bad for Satyan Patel that the shelves at his convenience store in central London are seriously lacking water and soft drinks.

ગત સપ્તાહે મારા સ્ટોરમાં કોકા-કોલાની બોટલો ખલાસ થઈ ગઈ હતી. એ ઉપરાંત છેલ્લા ત્રણ સપ્તાહથી મારી પાસે એવિયન બ્રાંડની પીવાના પાણીની મોટી સાઈઝની એક પણ બોટલ ઉપલબ્ધ નથી. સ્ટોરમાં પ્રોડક્ટ ન હોવાથી ધંધો પણ થતો નથી. સ્ટોરની મોટાભાગની છાજલીઓ ખાલી ખાલી દેખાતી હોવાથી ગ્રાહકો પણ આવતા નથી એમ પટેલે કહ્યુ હતુ.

યુકેમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી વિવિધ પ્રકારના માલસામાનની ઉભી થયલી અછતના કારણે સંખ્યાબંધ વેપાર-ધંધાને ભારે નુકશાન થયુ છે. મેકડોનાલ્ડના સ્ટોરમાં મિલ્કશેક ખલાસ થઈ ગયા છે. તો બીજી બાજુ જુદી જુદી પબમાં બિયરનો જથ્થો જાેવા મળતો નથી.

આઈકીયાના સ્ટોરમાં ગોદડા અને રજાઈની અછત ઉભી થઈ છે. તો સમગ્ર શહેરમાં આવલા મોટાભાગના સુપર માર્કેટ, ગ્રોસરી સ્ટોર અને કન્વીનિયન્ટ સ્ટોરમાં દુધ, પીવાના પાણીની બોટલો અને જુદા જુદા ઠંડા પીણાની બોટલોની ભારે તંગી સર્જાય છે.

અલબત, કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેઈનની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પરંતુ બ્રિટનના કિસ્સામાં તો તેના યુરોપિયન યુનિયનથી થયેલા છૂટાછેડાએ પણ ચીજવસ્તુઓની અછતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડ્યા બાદ બ્રિટનની સરકારે ઘડેલા નવા નિયમ મુજબ યુરોપિયન નાગરીકની નિમણુંક કરવી ખુબ જ કઠીન છે. તેથી માલ-સામાનનુૃ પરિવહન કરનારી ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં ડ્રાઈવરોની ભારે અછત ઉભી થઈ છે.

યાદ રહે કે આ ટ્રાન્સપોર્ટ કંપનીઓ જ બ્રિટનનેે મોટાભાગનો માલસામાન પહોંચાડે છે. કોવિડની મહામારીના કારણે જે લોકો બ્રિટનમાંથી પોતાના વતનમાં દેશમાં ગયા છે તેઓ હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા હજુ પાછા ફર્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.