Western Times News

Latest News in Gujarat

ભારતીય વિચાર મંચ, આણંદ એકમ દ્વારા આયોજીત વિચાર ગોષ્ઠિ, ‘એક ભારત’  સંપન્ન

ગૃહ મંત્રાલય સાથે જમ્મુ અને કાશ્મીરના એક પ્રોજેક્ટ ઉપર ગત ત્રણ વર્ષથી ડાયરેક્ટર તરીકે કામ કરી રહેલાં, ડૉ. નીરજાબહેન ગુપ્તા ( પ્રિન્સિપાલ –  ભવન્સ કોલેજ, અમદાવાદ. ડાયરેક્ટર – સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ, ગુજરાત યુનિવર્સિટી )એ પોતાના કાર્યના અનુભવ અને વિષયના ગહન અધ્યયનના આધારે મજબૂત પુરાવાઓ સહિત કેટલાંક સત્યો, તથ્યો મૂક્યાં.

ભારત અને સાચા અર્થમાં ‘એક ભારત’ બનતું અટકાવી રહેલી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫એ ના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સામાન્ય પ્રજાજનોને કેવી વિકટ પરિસ્થિતિમાં જકડી રાખ્યા હતા? હવે પછીના સમયમાં તેમની સામે શું પડકારો છે? તેમની સામે કેવી તકો છે? દેશના અન્ય ભાગોમાં રહેતા અન્ય જવાબદાર નાગરિકોનું આ બાબતે શું કર્તવ્ય છે? જેવા મુદ્દાઓની વિસ્તૃત છણાવટ કરી.

ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના વડા અને સત્રના અધ્યક્ષ, શ્રી ડૉ.એન.વી.શાસ્રી સહિત ઉપસ્થિત સર્વે પ્રબુદ્ધજનોએ વિષયની રજૂઆતનાં દરેક પાસાંની ક્યારે ધ્યાનમાં ના આવેલાં દરેક પરિમાણોની મુક્ત કંઠે પ્રશંસા કરી.

વિચાર ગોષ્ઠીમાં શહેર અને જિલ્લાના આશરે સો કરતાં વધુ પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. ભારતીય વિચાર મંચ દ્વારા પ્રકાશિત સાહિત્યના પ્રદર્શનની પણ લોકોએ રસપૂર્વક મુલાકાત લીધી. રૂ.૩૬૫૦ જેટલી કિંમતના પુસ્તકોનું વેચાણ થયું.