Western Times News

Gujarati News

રેડી ટુ ઈટ ખાદ્ય સેગમેન્ટમાં આરોગ્યપ્રદ પેકીંગ અને શુદ્ધ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે

ફૂડ માર્કેટિંગ નિષ્ણાત કંપની જેમેક સર્વિસીસના સહયોગ સાથે પ્રખ્યાત આંતરાષ્ટ્રીય કુરિયર અને કાર્ગો કંપનીએ પરંપરાગત અને ભારતીય રેડી ટુ ઇટ ફૂડ સેગમેન્ટના નવા વ્યવસાયમાં ઝંપલાવાનો નિર્ણય કર્યો

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કુરિયર્સના ક્ષેત્રમાં જાણીતી કંપની ચિપ્સ ઇન્ટરનેશનલ કુરિયર અને કાર્ગોનું ટોપ મેનેજમેન્ટે આજે  પરંપરાગત, ભારતીય રેડી ટુ ઇટ ફૂડના ક્ષેત્રમાં ઝંપલાવાનું જાહેરાત કર્યું.

વૈશ્વિક સ્તરે સંપૂર્ણ લોજિસ્ટિક અને કુરિયર સેવાઓ પ્રદાન કરવાની દ્રષ્ટિ સાથે કાર્યરત આ કંપનીએ માર્કેટિંગ અને સેલ્સના ક્ષેત્રમાં જેમેક સર્વિસીસ સાથે સંપૂર્ણ સહયોગ અને એના માર્ગદર્શન હેઠણ વ્યૂહાત્મક રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કાર્ય કરવાનું પણ નિર્ણય લીધો. Renowned Courier and Cargo Industry Leader collaborates with Food marketing expert Jameck Services to make foray into the field of Traditional & Indian Ready to Eat Food Segment

જેમેક સર્વિસીસ દ્વારા  અમદાવાદ મીડિયા માટે આયોજિત પત્રકાર પરિષદ અને પ્લાન્ટ ટૂર વિઝિટ કાર્યક્રમમાં ચિપ્સ એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ટીવીપી ફૂડ લિમિટેડના સહ-સ્થાપક  શ્રી વિમલ પટેલ., ટીવીપી ફૂડ લિમિટેડના ડિરેક્ટર શ્રી તુષાર પટેલ અને જેમેક સર્વિસીસ ઈન્ડિયા (પી) લિમિટેડ સ્થાપક અને સીઈઓ  શ્રી જન્મય.એ.ચોકશી હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં એમના દ્વારા ખાદ્યપ્રેમીઓ માટે નવીન પેકેજિંગ તેમજ આધુનિક પ્રોસેસિંગ ટેકનોલોજી સાથે પરંપરાગત ભારતીય ખાદ્ય ઉત્પાદનોની વિશાળ શ્રેણીની નવીનતમ ઓફર “બ્રાન્ડ હંગ્રીલ” ની લોન્ચિંગ કરવામાં આવી હતી. હંગ્રીલ બ્રાન્ડનું નામ “હંગર વિલ” ની મજબૂત લાગણીથી વિકસિત થયું છે.

જેમેક સર્વિસીસ એ હંગ્રીલ બ્રાન્ડ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોના સ્તરે માર્કેટિંગ અને સેલ્સનો અધિકારો લીધા છે અને આગામી વર્ષોમાં જેમેક સર્વિસીસ એક સંગઠિત વ્યૂહરચના યોજના હેઠણ બ્રાન્ડ હંગ્રીલ માટે સંપૂર્ણ વેચાણ અને માર્કેટિંગ પ્રવૃત્તિઓમાં કાર્યરત હશે.

લોન્ચ ઇવેન્ટના પ્રસંગે મીડિયા મિત્રોને સંબોધતા શ્રી જન્મય.એ.ચોક્શીએ જણાવ્યું કે, “બ્રાન્ડ હંગ્રીલ કેટલાક મોમાં પાણી લાવનારા પરંપરાગત ફૂડ કોમ્બોઝ સાથે તૈયાર છે જે તમામ ભારતીય ગ્રાહકોના સ્વાદની કળીઓને મંત્રમુગ્ધ કરશે. હંગ્રીલ દ્વારા રજૂ કરાયેલ નવીન પેકેજીંગનો આપણા દેશમાં પહેલા ક્યારેય ઉપયોગ થયો નથી. આથી, પરંપરાગત વાનગીઓ પર ટેકનોલોજીનો આધુનિક સ્પર્શ એ જ હંગ્રીલની વિશેષતા છે.”

શ્રી જન્મય. એ.ચોકશી એ વધુમાં જણાવ્યું કે, “અમે ટીવીપી ફૂડ્સ જેવી સ્વપ્નદ્રષ્ટા કંપનીની માર્કેટિંગ અને વેચાણ પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે સંભાળીને ખુશ છીએ અને મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં અમે દેશભરમાં ઘણા વધુ સીમાચિહ્નો સાથે અમારા રાષ્ટ્રીય પદચિહ્ન સ્થાપિત કરીશું.

અમે તબક્કાવાર રીતે વિશ્વભરમાં એક આયોજિત અને વ્યવસ્થિત રીતે નિકાસ, જોબ વર્ક, B2B, B2C, D2C જોડાણો કરીશું. ઘણા મોટા બ્રાન્ડ્સ પહેલેથી જ અમારી સાથે વ્યવસાયો માટે જોડાઈ રહ્યા છે. તેથી અમારી ઓર્ડર બુકિંગ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે અને અમે આગળ રોમાંચક સમય જોઈ રહ્યા છીએ. હાલમાં જેમેક સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ “બ્રાન્ડ હંગ્રીલ” માટે વિશ્વભરમાં એના વેચાણ વધારવા માટે સારા ડિસ્ટ્રીબ્યુટર્સ, સ્ટોકિસ્ટ અને ફૂડ ઇમ્પેક્સ કંપનીઓની શોધમાં છે.”

ટીવીપી ફૂડ લિમિટેડના સહ – સ્થાપક શ્રી વિમલ પટેલે જણાવ્યું કે,” ટીવીપી ફૂડની ટેકનિકલ ટીમ FSSAI, ISBIS, Codex BR અને USFDA ના નીતિ નિયમો વિશે સંપૂર્ણ રીતે વાકેફ છે અને તેથી જ અમારી તમામ ફૂડ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય ધો ણોનું સંપૂર્ણપણે પાલન કરશે,”

ટીવીપી ફૂડ લિમિટેડના ડિરેક્ટર શ્રી તુષાર પટેલે જણાવ્યું હતું કે, “ફૂડ ઉદ્યોગસાહસિક માટે આજના સ્પર્ધાત્મક ફૂડ માર્કેટમાંથી  નવીનતમ તકનીકો અને નવીનતાઓ ને અપનાવવી જરૂરી છે જે અમારા ગ્રાહકોની સામે અમારી ઓળખ અને બ્રાન્ડની હાજરી જાળવવા માટે મદદરૂપ થઈ શકે.

દરરોજ ઘણા નવા સાહસો શરૂ થાય છે પરંતુ તે તકનીકી જાણકારીના અભાવ તેમજ નાણાકીય વ્યૂહરચનાઓની સમજના અભાવને કારણે બજારમાં લાંબા સમય સુધી ટકી શકતા નથી.”

“અમે પરંપરાગત ભારતીય ખાદ્ય ઉત્પાદનોના પ્રોસેસિંગ માટે પોર્શન પેક તેમજ રીટોર્ટ પ્રોસેસિંગ યુનિટ અને એમએપીની સુવિધા ધરાવતા ભારતના પ્રથમ પ્લાન્ટની સ્થાપના કરી છે. અમે અમારા પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ તેમજ ખાનગી લેબલિંગ વાળું કંપનીઓ જેઓ પ્લાન્ટ માટે મોટું મૂડી રોકાણ કરવા નથી માંગતા એવા કંપનીઓનું પણ  સ્વાગત કરીએ છીએ. એથી  સ્થાપિત બ્રાન્ડ તેમજ નવા ગ્રાહકો માટે અને ખાસ કરીને રેડી ટૂ ઇટ સેગમેન્ટમાં ખાદ્ય નિકાસ માટે.બજારમાં એક નવી રીત અને તકો માટે રસ્તો ખુલશે,”  એમ શ્રી તુષાર પટેલે વધુમાં જણાવ્યું હતું.

જેમેક સર્વિસીસ ઇન્ડિયા (પ્રાઇવેટ ) લિમિટેડના સ્થાપક અને સીઇઓ શ્રી જનમય.એ .ચોક્શી વધુમાં  જણાવે છે, “હંગ્રીલ કેટલાક વિશિષ્ટ નવીનતાઓ સાથે આવે છે અને એ નવીનતાઓ અમારા અનન્ય વેચાણ ઓફરો અને કુશળતાના ક્ષેત્રોમાં થી છે.

હંગ્રીલ ગુણવત્તાયુક્ત ખાતરીના ઉચ્ચતમ ધોરણો અને સ્વાદિષ્ટ પ્રોડક્ટ ઓફરિંગનું સાથે સાથે રેડી ટુ ઈટ ખાદ્ય સેગમેન્ટમાં સૌથી આરોગ્યપ્રદ પેકીંગ, શુદ્ધ અને ભેળસેળ વગરનું સ્વરૂપ સાથે અને તે પણ સૌથી સસ્તું ભાવે ઉપલબ્ધ હશે.

બ્રાન્ડ હંગ્રીલ માટે ટી વી ફૂડ લિમિટેડ પોતાના ચાંગોદર સ્થિત સ્ટેટ ઓફ ધ આર્ટ, અલ્ટ્રા મોડર્ન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં  ઉત્પાદન માટે ટોટલ ક્વાલિટી મૅનેજમેન્ટના તમામ ગુણવત્તા વ્યવસ્થાપન ધોરણોને પણ અનુસરે છે.

આયાતી ટેકનોલોજી સાથે ફૂડને પેકેજ કરવાની આશ્ચર્યજનક પ્રક્રિયા હવે અમારા પાસે ઉપલબ્ધ છે અને આ આધુનિક નવીન પેકેજીંગ સોલ્યુશન્સ અને ઉત્પાદન પ્રક્રિયાના સાથે સાથે મેન્યુફેક્ચરિંગ ક્વાલિટીના દરેક પાસાઓ પર કડક નિયંત્રણ જાળવવા માટે અમારી ઇન-હાઉસ પરીક્ષણ પ્રયોગશાળા પણ ચોક્કસપણે આ રેડી ટુ ઈટ ફૂડ ઇન્ડસ્ટ્રી માટે  અંતિમ ગેમ ચેન્જર સાબિત થશે.”

શ્રી જન્મયે વધુમાં ઉમેર્યું કે, “”ખાસ કરીને આ રોગચાળા પછીના વૈશ્વિક દૃશ્યમાં જ્યારે વિશ્વભરના લોકો માનવ સ્પર્શથી ડરે છે, ત્યારે હંગ્રીલ ન્યૂનતમ માનવ સંપર્ક સાથે ફૂડ ઉદ્યોગમાં સંપૂર્ણ ઓટોમેશન સોલ્યુશન ઓફર કરવા માટે તૈયાર છે. ભવિષ્યની આગાહી કરવી મુશ્કેલ છે પરંતુ અમે માનીએ છીએ કે અદ્ભુત તકો ઉભરી આવશે

અને આ જ કારણ છે કે જેમેક સર્વિસિસ – ટીવીપી ફૂડ સાથે સહયોગ કરવાની આ અદ્ભુત તક ને સ્વીકારીને જોડે કાર્ય કરવા માટે સંમત થયા છે.  વિશ્વભરમાં બ્રાન્ડ હંગ્રીલના  વેચાણ અને માર્કેટિંગ માટે અમે વિગતવાર વ્યૂહરચના અને યોજના તૈયાર કરી છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.