Western Times News

Gujarati News

ગમે તેવા રાજકીય વાવાઝોડામાં પણ રબારી સમાજ ભાજપની પડખે રહ્યો છે: પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ, રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રેક્ટ શૈક્ષણિક સંકુલનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરાયુ હતું. રબારી સમાજના કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે, જ્યારે જયારે આવશ્યકતા પડી ગમે તેવા રાજકીય વાવાઝોડા હોય, તે વચ્ચે રબારી સમાજ ભાજપની સાથે રહ્યો છે. રબારી સમાજે હંમેશા ભાજપનો સાથ આપ્યો છે.

રબારી સમાજ ઓનલાઇન સહાય કરશે. જે અંગેની મુખ્યમંત્રીએ વેબસાઇટ લોન્ચ કરી હતી. તેમણે રબારી શાદી ડોટ કોમ વેબસાઇટ અને એન્ડ્રોઇડ એપ પણ લોન્ચ કરી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભવિષ્યની પેઢી શિક્ષિત બને તે જરૂરી છે. હવેનો યુગ શિક્ષણનો યુગ છે. દરેક ક્ષેત્રે શિક્ષણની જરૂર પડવાની છે. રબારી સમાજ માટે શિક્ષણનું ભવન નિર્માણ થઇ રહ્યું છે તે બદલ અભિનંદન.

આ ભવન રબારી સમાજના શિક્ષણ અને ઉત્થાનનું કેન્દ્ર બનશે. કૃષ્ણ ગાયો ચરાવતા હતા તેમનો સમાજ આજે એકઠો થયો છે. ગાયની પીજા આ સમાજની પરંપરા છે, જેના થકી આજે સમાજ આગળ વધી રહ્યો છે. રાજા મહારાજાના ખાનગી સંદેશા જીવના જાેખમે રબારી સમાજ પહોંચાડતો હતો. ગાય-ગંગા-ગીતા માટે પોતાના જીવનું બલિદાન આપવા આ સમાજ તત્પર રહ્યો છે.

મુખ્યમંત્રીએ રબારી સમાજની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા વાળીનાથ ગાદીપતિ બળદેવગીરી મહારાજને આ પ્રસંગે યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે જરૂર પડી ત્યારે તેમના આશીર્વાદ મળ્યા છે. માલધારીનું કેડીયુ પાઘડી અને લાકડી ઓળખ છે. હવે સમાજ લાકડીથી કલમ તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત બધા સમાજને સાથે લઇ આગળ વધવા માંગે છે. પાંચ વર્ષ અગાઉ અમે ર્નિણય કર્યો હતો કે, તમામ સમાજ, જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠી ગુજરાતને એક કરીને આગળ વધીશું. તમામ સમાજે સાથ આપ્યો છે.

સરકાર બધા સમાજના ઉત્થાન માટે તટસ્થતાથી કામ કરે છે. જે સમાજમાં શિક્ષણની જરૂર છે તે સમાજ આગળ આવતો હોય તે જરૂરી છે. રબારી સમાજની દીકરીઓ પણ ભણીગણીને ડોક્ટર બને. જાે રબારી સમાજ શિક્ષણ પર ધ્યાન આપશે તે ગુજરાતના કોઇ ખૂણામાં શિક્ષણનો દિપક હોલવાશે નહિ. આ પ્રસંગે રબારી સમાજના સંતો-મહંતો, ધારાસભ્યો, અધિકારીઓ, સામાજિક આગેવાનો અને દાતાઓ હાજર રહ્યા હતા. ૨૧ કરોડના ખર્ચે આ સંકુલ આકાર પામશે. જેમાં એક ઓડિટોરીય, ચાર લાઇબ્રેરી, બે કમ્પ્યુટર રૂમ, ૧૪૮ વિદ્યાર્થી રૂમ બનાવવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.