Western Times News

Gujarati News

શેઠજી બુટલેગરે ટ્રક-કન્ટેનરમાં ૩૨.૩૦ લાખનો વિદેશી દારૂ ભરી અમદાવાદ રવાના કર્યો : શામળાજી પોલીસે રતનપુર નજીકથી ઝડપી લીધો 

તસવીરઃ જીત ત્રિવેદી, ભિલોડા

ભિલોડા, ગાંધીજીના ગુજરાત રાજ્યમાં દારૂબંધી ફક્ત કાગળ પર હોય તેમ દારૂની રેલમછેલ ઠેર ઠેર જોવા મળી રહી છે રાજ્યમાં દારૂ વેચવા કે પીવા પર પ્રતિબંધ છે. સરકારે દારૂબંધીનો કાયદો કડક કરીને સજાની જોગવાઈમાં પણ વધારો કરવા છતાં ગુજરાતના કોઈ પણ વિસ્તાર કે ખૂણામાં દારૂ પીને રસ્તે રજળતા અને દારૂ વેચનાર ના ઠેકાઓ અને હોમડિલિવરી આપનાર બુટલેગરો બેફામ બન્યા છે અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસે ગુરુવારે રતનપુર ચેકપોસ્ટ નજીક આવેલા અણસોલ ગામ નજીક ટ્રક-કન્ટેનર માંથી ૩૨.૩૦ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક ડ્રાઈવરને દબોચી લઈ ટ્રક-કન્ટેનરમાં દારૂ ભરી આપનાર શેઠજી નામના બુટલેગરને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલી આંતરરાજ્ય સરહદ રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડતો અટકાવવા સઘન પેટ્રોલિંગ તેમજ રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતાં બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતા ટ્રક-કન્ટેનરને અટકાવી તલાશી લેતા ટ્રક-કન્ટેનરમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટની વિદેશીદારૂની પેટી નંગ-૫૯૮ માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૧૭૬ કીં.રૂ.૩૨૩૦૪૦૦/-જપ્ત કરી ટ્રક ચાલક યોગેશ છાજુરામ યાદવ (રહે,બસાવા-રાજસ્થાન) ને દબોચી લીધો હતો  ટ્રક-કન્ટેનર ની કીં.રૂ.૧૦૦૦૦૦૦/- મળી કુલ રૂ.૪૨.૩૨ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂ ભરી આપનાર શેઠજી નામના બુટલેગર સામે  શામળાજી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી  ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શામળાજી પી.એસ.આઈ આશીષ પટેલના જણાવ્યા અનુસાર શેઠજી નામના બુટલેગરે ટ્રક-કન્ટેનરમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને અમદાવાદ બુટલેગરને પહોંચાડવાનો હોવાની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.