Western Times News

Gujarati News

યુવતી સાથે રેપ બાદ પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો

મુંબઈ, દેશની રાજધાની દિલ્હીમાં થયેલ ર્નિભયા કાંડને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. તેવામાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ ર્નિભયા જેવો એક કેસ સામે આવ્યો છે. જેમાં ૩૦ વર્ષીય એક યુવતી પર બળાત્કાર બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દેવામાં આવ્યો હતો. લોહીથી લથપથ યુવતી બેભાન અવસ્થામાં રસ્તા પરથી મળી આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. યુવતી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે, અને તેની સ્થિતિ અત્યંત નાજુક છે.

આ ઘટના મુંબઈના સાકીનાકા વિસ્તારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓને મોડી રાત્રે લગભગ ૩.૩૦ વાગ્યે કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક મહિલા લોહીથી લથપથ છે, અને બેભાન અવસ્થામાં સાકાનાકીના ખૈરાની રોડ પર મળી આવી છે. ઘટનાની ગંભીરતા જાેતાં જ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

સૌ પ્રથમ બેભાન પડેલ ૩૦ વર્ષીય યુવતીને સારવાર અર્થે મુંબઈના રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં મહિલાની હાલત અત્યંત નાજુક જણાવવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓની સામે આઈપીસીની કલમ ૩૭૬ અને ૩૦૭ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

જાે કે, આ કેસમાં પોલીસને એક મોટી સફળતા પણ હાથ લાગી ગઈ છે. આ કેસના એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પણ પોલીસને આશંકા છે કે, આ કેસમાં અન્ય શખ્શોની પણ સંડોવણી હોઈ શકે છે. પોલીસ ઝડપાયેલ આરોપી સામે આઈપીસીની કલમ ૩૦૭, ૩૭૬, ૩૨૩ અને ૫૦૪ હેઠળ ગુનો નોંધ્યો છે.

જાે કે, હાલ તો યુવતીની હાલત અત્યંત નાજુક છે. જાે કે, યુવતીની હોંશમાં આવ્યા બાદ સમગ્ર ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવી શકે છે. પણ દેશમાં ર્નિભયાકાંડના આરોપીઓને ફાંસીની સજા બાદ પણ આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે મુંબઈમાં બનેલી આ ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દીધા છે. અને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.