Western Times News

Gujarati News

વેપાર-ધંધા ‘સ્થિર’ થયા, બજારમાં પહેલું રોટેશન પૂર્ણઃ પ્રોડકશન વધશે

Files Photo

ઝડપી વેક્સિનેશન તથા કોરોનાના કેસ ઘટતા ધંધા-ઉદ્યોગ ધમધમતા થયાઃ દિવાળી સુધીમાં બીજી-ત્રીજુ રોટેશન વિના વિઘ્ને પૂર્ણ થાય તો ગાડી પાટે દોડવા લાગશે એવો વેપારીઓનો સૂર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાના કપરાકાળમાં મોટાપાયે વેપાર-ઉદ્યોગને આર્થિક નુકશાન થવાને કારણે સમગ્ર જનજીવન પર તેની અસર જાેવા મળી હતી. અનેક લોકો કામ-ધંધા વિનાના, રોજગાર વિનાના થયા હતા. વેપાર-ઉદ્યોગને તેમના કામદારો-કર્મચારીઓની છટણી કરવી પડી હતી. અને ઓછા સ્ટાફથી કામગીરી કરવી પડી હતી.

નાના વેપારથી લઈને જાયન્ટ કપનીઓને તેમના વ્યવસાયમાં અસર થઈ હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ‘વેક્સિનેશન’ની કામગીરી ખુબ જ ઝડપી અને અસરકારક બનાવવામાં આવતા ‘બજારમાં વિશ્વાસનુૃ વાતાવરણ સર્જાયુ છે. તેની સાથે સાથે કોરોનાના કેસ ઘટતા માર્કેટ ધીમે ધીમે સ્થિર થયુ છે.

વેપાર-ધંધા સાથે સંકળાયેલા આગેવાનોનું કહેવેુ છે કે ધંધા-વ્યવસાયમાં પહેેલુ રોટેશન લગભગ પૂરૂ થઈ ગયુ છે. વેપારીઓની ભાષામાં કહીએ તો માલ-સામાનની નિકાસ થઈ ગઈ છે. ત્યારપછીની વિધિ ધીમે ધીમે આગળ વધશે. દિવાળીની આસપાસ બીજુ-ત્રીજુ રોટેશન આવી જશે અને કોઈ વિઘ્ન નહીં આવે તો વેપાર-ધંધાની ગાડી દોડવા લાગશે.

બીજી તરફઉદ્યોગ-ધંધાવાળા પણ ઉત્પાદન વધારી દેશે. કોરોનાને કારણે પ્રોડકેશન અટકી ગયુ હતુ. પરંતુ કોરોનાની સ્થિતિમાં સુધારો થવાને કારણે બજારો ધમધમતા થઈ ગયા છે અને માલની નિકાસ આંતરીક અને આંતરરાષ્ટ્રીય સ્તરે થવા લાગી છે. વેપાર-ધંધાના પેમેન્ટો અટક્યા છે. એ દિવાળી સુધી આ જ પ્રકારનુૃ વાતાવરણ રહ્યુ તો પાછા આવવા લાગશે.

ગુજરાતના વેપારીઓ ખમતીધર છે. અને અનેક પડકારો વચ્ચે તેમણેે પોતાના ધંધા-વ્યવસાયને અગાઉ પણ ટકાવી રાખ્યા છે. ત્યારે કોરોનાના કપરાકાળમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ તેમાં સુધારો થતા વેક્સિનેશન ઝડપી થતાં બજાર ધમધમવા લાગ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.