Western Times News

Gujarati News

સિંગલ યુઝ પ્લાસ્ટિક : બીજી સુધી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગલ યુઝ  પ્લાસ્ટિકના  ઉપયોગને બંધ કરી દેવાની અપીલની અસર હવે જાવા મળી રહી છે. બજારમાં ખરીદાર અને દુકાનદારમાં પણ આને લઇને ચર્ચા જાવા મળી રહી છે. હવે તમામ લોકો આ બાબત પર ભાર મુકી રહ્યા છે કે હવે પ્લાસ્ટિકની થેલી લાવવાના બદલે ઘરેથી ચીજવસ્તુઓ માટે પોતાની થેલી લાવવાની રહેશે.

બીજી ઓક્ટોબરતી ચિત્ર સંપૂર્ણપણે બદલાઇ જશે. કેન્દ્ર સરકાર પૂર્ણ રીતે પ્રયાસ કરી રહી છે કે બાપુની જયંતિ પહેલા પ્લાસ્ટિકના બેંગ્સ, પ્લાસ્ટિક કટલરી અને થરમોકોલમાંથી બનેલી ચીજાને સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આને લઇને ચેતવણી પણ આપી દીધી છે.

મોદી વર્ષ ૨૦૨૨ સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકના પૂર્ણ રીતે ખતમ કરવા માટે ઇચ્છુક છે. આ સંબંધમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા એડવાઇઝરી જારી કરવામં આવી હતી. સરકારી ઓફિસ, પબ્લિક  અને પ્રાઇવેટ કંપનીઓ, તેમજ ઓફિસમાં પ્લાસ્ટિકના ઉત્પાદન જેમ કે કૃત્રિમ ફુલ, બેનર્સ, ફ્લેગ જેવી ચીજા પ્લાસ્ટિકના રાખવામાં ન આવે. પ્લાસ્ટિકની સ્ટેશનરી પણ ન રાખવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના હેઠળ કઇ કઇ ચીજા આવી રહી છે

તે બાબતની ખાતરી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આને લઇને કેટલીક દુવિધા રહેલી છે. જેને દુર કરવાના પ્રયાસ સરકાર દ્વારા પણ થઇ રહ્યા છે. રાજ્યોને જાગૃત કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ છે કે ઓફિસમાં દરેક પ્રકારના કચરાને અલગ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

રાજ્યોને કેટલીક સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. તમામ ધાર્મિક સ્થળો માટે પણ સુચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, શ્રેણીબદ્ધ ચીજાનો ઉપયોગ બંધ થઇ શકે છે જેમાં પ્લાસ્ટિક બેગ, હેન્ડલ અને હેન્ડલવગરના બેગનો સમાવેશ થાય છે.

પ્લાસ્ટિકની કટલરી, કપ, ચમચીઓ અને પ્લેટનો ઉપયોગ બંધ થઇ શકે છે. ઉપરાંત અન્ય પાણીની બોટલોને પણ બંધ કરવામાં આવી શકે છે. કંપનીઓ પ્લાસ્ટિકના વિકલ્પ ઉપર વિચારણા કરી રહી છે. સરકાર પાસેથી થોડાક વધુ પ્રમાણમાં સમયની ઇચ્છા કંપનીઓ રાખે છે. સરકાર પણ પ્લાસ્ટિકના કારોબાર સાથે જાડાયેલી કંપનીઓને વધુ સમય આપવા માટે ઇચ્છુક છે. ખાદ્યાન્ન અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું છે કે, સરકાર યોગ્ય વિકલ્પ ન મળે ત્યાં સુધી પાણીનાપ્લાસ્ટિક બોટલ ઉપર પ્રતિબંધ મુકશે નહીં. વિકલ્પ મળી ગયા બાદ જ આ દિશામાં પહેલ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.