Western Times News

Gujarati News

કયા કારણથી ઇંગ્લેન્ડના જાેની બેયરસ્ટૉ, ડેવિડ મલાન અને ક્રિસ વૉક્સ IPL નહીં રમે

મુંબઇ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૧ની બાકી બચેલી ૩૧ મેચની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થવાની છે એટલે કે લગભગ હવે એક અઠવાડિયાનો જ સમય બચ્યો છે પરંતુ અંતિમ સમયે ખેલાડીઓ હટતા ફ્રેન્ચાઇઝીઓ નારાજ છે અને તેમણે તેને લઈને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને પત્ર લખ્યો છે. Shock To 3 IPL Franchises, Three Big Players Withdraw From The Competition?

ઇંગ્લેન્ડના જાેની બેયરસ્ટૉ, ડેવિડ મલાન અને ક્રિસ વૉક્સે અંગત કારણોસર આઇપીએલમાંથી હટવાનો ર્નિણય લીધો છે. તેને મેનચેસ્ટર ટેસ્ટ મેચ વિવાદ સાથે જાેડીવામાં આવી રહ્યું છે. જાેકે ઘણા મોટા ઇંગ્લિશ ખેલાડી આઇપીએલમાં રમતા દેખાશે.

જાેની બેયરસ્ટો સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમથી, ડેવિડ મલાન પંજાબ કિંગ્સ તરફથી છે જ્યારે ક્રિસ વૉક્સ દિલ્હી કેપિટલ્સમાં સામેલ હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે શરફેન રદરફોર્ડને જ્યારે પંજાબ કિંગ્સે એડમ માર્કરમને ટીમમાં સામેલ કર્યા છે. ઈન્સાઈડ સ્પોર્ટ્‌સના રિપોર્ટ મુજબ ફ્રેન્ચાઇઝીએ બોર્ડને પત્ર લખ્યો છે.

ફ્રેન્ચાઇઝીના અધિકારીએ કહ્યું કે મેં ખેલાડીઓ સાથે વાત કરી અને બધાએ જણાવ્યું કે તેઓ ૧૫ સપ્ટેમ્બરે ટીમ સાથે જાેડાશે પરંતુ શનિવારે અમને જાણવા મળ્યું કે તેઓ નથી આવી રહ્યા.

અધિકારીએ જણાવ્યું કે કોચ અને મેનેજમેન્ટ તેને લઈને પરેશાન છે. તે સંપૂર્ણ રીતે અનપ્રોફેશનલ અને કરાર વિરુદ્ધ છે. અમે તેને લઈને બીસીસીઆઇને પત્ર પણ લખ્યો છે. જાેકે અધિકારીઓએ કહ્યું કે અમે સમજીએ છીએ કે આ સમયે ખેલાડી પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ સતત બાયો બબલમાં રહે છે. તેઓ માનસિક રૂપે થાકી ચૂક્યા છે પરંતુ તેમણે અમને પણ સમજવા જાેઈએ. અંતિમ સમયમાં તેમના હટવાથી સ્થિતિને સંભાળવી અમારા માટે મુશ્કેલ થઈ જાય છે.

આમ આઇપીએલ ૨૦૨૧ની શરૂઆત તો એપ્રિલ-મેમાં ભારતમાં થઈ હતી પરંતુ કોરોના વાયરસના વધતા પ્રકોપ અને કેટલીક ફ્રેન્ચાઇઝીનો સ્ટાફ અને ખેલાડી કોરોનાની ઝપેટમાં આવવાથી ૪ મેના રોજ તેને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ૪ મે પહેલા ૨૯ મેચ રમાઈ ચૂકી હતી જ્યારે ૩૧ મેચ બાકી રહી ગઈ હતી.

હવે આ બચેલી ૩૧ મેચ ૧૯ સપ્ટેમ્બરથી શરૂઆત થશે. તેની શરૂઆત ૫ વખતની વિનર મુંબઈ ઈન્ડિયન્સ અને ત્રણ વખતની વિનર ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે.

આઇપીએલ ૨૦૨૧ની વાત કરીએ તો અત્યાર સુધી ૬ ઇંગ્લિશ ખેલાડી અલગ અલગ કારણોથી ટૂર્નામેન્ટમાંથી હટી ચૂક્યા છે. ફાસ્ટ બોલર જાેફ્રા આર્ચર ઇજાના કારણે, બેન સ્ટોક્સ માનસિક સ્વાસ્થ્યના કારણે જ્યારે જાેસ બટલરે પિતા બનવાના કારણે હટવાનો ર્નિણય લીધો છે.

હવે જાેની બેયરસ્ટો, ક્રિસ વૉક્સ અને ડેવિડ મલાને અંગત કારણોનો સંદર્ભ આપતા ટૂર્નામેન્ટમાંથી હટવાનો ર્નિણય લીધો છે. ઇજાના કારણે લિયામ લિવિંગસ્ટોન પર સંશય છે. જાેકે ઇંગ્લેન્ડનો વન-ડે અને ટી ૨૦ કેપ્ટન ઓયન મોર્ગન સહિત ઘણા ખેલાડી ટી ૨૦ લીગમાં રમતા નજરે પડશે.

With the IPL (IPL 2021) now in full swing, the season for players to withdraw from the tournament has begun. The No. 1 batsman in T20 cricket and Punjab Kings player Dawid Malan has withdrawn from the rest of the tournament. Two other England players have since withdrawn. Sunrisers Hyderabad wicketkeeper-batsman Jonny Bairstow and Delhi Capitals fast bowler Chris Wokes have also withdrawn from the tournament, according to British media. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.