Western Times News

Latest News from Gujarat India

રાજભવનમાં ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ, બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી

આજે (સોમવારે) બપોરે ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ગુજરાતના નવા મુખ્ય મંત્રી બન્યા છે. રાષ્ટ્રગાનની શરૂઆત કરીને આ કાર્યક્રમ શરૂ થયો હતો.  ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સમક્ષ તેમણે  મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિજય રૂપાણી, નિતીન પટેલ, સી. આર. પાટીલ, રાજેન્દ્ર પટેલ,  તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

શપથગ્રહણ સમારોહમાં હરિયાણના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત, આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા, મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા કર્ણાટકના મુખ્ય મંત્રી બાસવરાજ બોમ્મઈ ઉપરાંત નરેન્દ્રસિંહ તોમર તથા પ્રહ્લાદ જોશી જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

શપથગ્રહણ સમારોહમાં સંગઠનના મંત્રીઓ સહિત ઘણાં ભાજપના કાર્યકરો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે ભૂપેન્દ્રભાઈ પટેલ વિજયભાઈ રૂપાણી અને  નિતીન પટેલને તેમના ઘરે જઈ મળ્યા હતા અને આશિર્વાદ લીધા હતા અને બેઠક પણ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers