મને મંત્રી બનવામાં કોઈ રસ નથી: હેમા માલીની

મુંબઇ, બોલિવુડની સિનિયર એક્ટ્રેસ અને ભાજપ સાંસદ ફરી એકવખત ચર્ચામાં છે. પત્રકાર પ્રભુ ચાવલાના એક શૉમાં જ્યારે એમને પ્રશ્ન કરાયો હતો કે, તમારૂ ભાજપમાં શું ભવિષ્ય? એ અંગે તેમણે જણાવ્યું હતું કે, મને મંત્રી બનવામાં કોઈ રસ નથી. સાંસદ હેમાંએ કહ્યું હતું કે, તમને ખબર છે તમારૂ ભવિષ્ય શું છે એ?મને ખબર નથી કે મારે શું કરવું જાેઈએ. તમને ખબર છે કે નહીં?
હેમાએ એવી સ્પષ્ટતા કરી કે, મને તો ખબર છે કે, મારે ડાન્સમાં ઘણું બધુ કરવાનું છે. મારે મારી ઈન્સ્ટિટ્યુટ શરૂ કરવી છે. પછી આગળ એમાં બેલે ડાન્સ તૈયાર કરવો છે. બેથી ત્રણ ફિલ્મો સારી બનાવવી છે. આ સાથે રાજકારણમાં પણ ઘણું બધુ કરવાનો વિચાર છે. મારે એક ફિલ્મ સ્ટાર તરીકે જ દેખાવું છે. તમે મને પૂછો છો કે, તમારે કઈ ફિલ્મમાં કામ કરવું છે? આવ પ્રશ્ન સામે પ્રભુ ચાવલાએ કહ્યું કે, અમે તમને ક્યા રોલમાં જાેઈએ? એ પણ સ્પષ્ટ કરી દો. જેની સામે હેમાએ કહ્યું કે, હું ત્રણ રીતે સક્રિય છું. હું એક ડાન્સર છુ અને એક રાજનેતા છું.
પોલિટિશિયન છું. પ્રભુ ચાવલાએ કહ્યું કે, પોલિટિકલ લીડર, ત્યારે હેમાએ જવાબ આપ્યો કે, કોઈ લીડર બીડર નહીં. હું માત્ર એક પક્ષનો ભાગ છું. ભાજપનો ભાગ બનીને રહવું એ મને સારૂ લાગે છે. મને આ દેશ માટે કામ કરવું ગમે છે.મને કોઈ એવા મંત્રી બંત્રી બનવાનો શોખ નથી. મંત્રી બનવું બહું મુશ્કેલી ભર્યું કામ છે. જાેઈએ આગળ. અત્યારે અમે કંઈ બોલી શકીએ એમ નથી. પછી તમે જ કહેશો કે, મંત્રી નહીં બનીએ. અંદરથી દિલ ના પાડે છે આ પદ માટે.
પણ હું હંમેશા લોકો માટે કામ કરવા માગું છું. જ્યારે હેમાને પહેલી વખત લોકસભાની ચૂંટણી માટે કહેવામાં આવ્યું હતું ત્યારે તેમણ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ત્યારે જ ચૂંટણી લડશે જ્યારે તેમને મથુરામાંથી ટિકિટ આપવામાં આવશે. મથુરાને કૃષ્ણનગરી કહેવામાં આવે છે. ભાજપે આ અંગે સહમતી દર્શાવતા હેમાને ટિકિટ મળી હતી. ત્યાર બાદ તે લોકસભાની ચૂંટણી પણ લડી હતી.HS