‘હિંદી દિવસ’ ગૃહમંત્રી અમિત શાહે શુભકામના પાઠવી

નવીદિલ્હી, આજનો દિવસ હિંદી દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ભારતવાસીઓને શુભકામના પાઠવી હતી તેમણે આ વિશે એક ટિ્વટ કર્યુ છે જેમાં તેમણે લખ્યુ છે કે, ‘ભાષા મનોભાવ વ્યક્ત કરવાનુ સૌથી સશક્ત માધ્યમ છે. હિંદી આપણી સાંસ્કૃતિક ચેતના તેમજ રાષ્ટ્રીય એકતાનો મૂળ આધાર હોવા સાથે-સાથે પ્રાચીન સભ્યતા અને આધુનિક પ્રગતિ વચ્ચેનો એક સેતુ પણ છે. મોદીજીના નેતૃત્વમાં આપણે હિંદુ તેમજ બધી ભારતીય ભાષાઓને સમાંતર વિકાસ માટે નિરંતર કટિહબદ્ધ છીએ.’
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણની કલમ ૩૪૩ હેઠળ ૧૪ સપ્ટેમ્બરે હિંદી દિવસ તરીકે મનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ દિવસને આખા દેશમાં હિંદી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ હિંદી ભાષાને સમ્માન અને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે.
આજના દિવસે દેશમાં ઘણા ભવ્ય આયોજન કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે ભવ્ય આયોજન કરવામાં આવ્યા આવ્યા ન હતાં જાે કે નવી દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવનમાં હિંદી દિવસ સમારંભ અને પુરસ્કાર વિતરણનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારંભમાં હિંદી ભાષાના પ્રોત્સાહનમાં અમૂલ્ય યોગદાન આપનારાને રાજભાષા કીર્તિ પુરસ્કાર અને રાજભાષા ગૌરવ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યા હતાં. એક આંકડા મુજબ દેશના ૭૮ ટકા લોકો હિંદી લખે, વાંચે, બોલે અને સમજે છે. ૧૦ જાન્યુઆરીના રોજ વિશ્વ હિંદી દિવસ પણ મનાવવામાં આવે છે. પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં પણ હિંદી બોલવામાં આવે છે. ભૂટાનના પણ અમુક ભાગોમાં હિંદી બોલવામાં આવે છે.HS