ખેડૂતો દિલ્હીમાં જ રાખે પોતાનું વિરોધ પ્રદર્શનઃ અમરિંદર સિંહ

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે ખેડૂતોએ દિલ્હીમાં પોતાનું આંદોલન રાખવું જાેઈએ, તેઓએ પંજાબમાં પોતાનો મોરચો સમાપ્ત કરવો જાેઈએ. ગયા વર્ષે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કેપ્ટન સિંહે કહ્યું કે અમે (પંજાબ સરકાર) તેમની માંગણીઓ સાથે ઉભા છીએ, તો તેમને અહીં વિરોધ કરવાની શું જરૂર છે. તેઓએ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવું પડશે અને તેના માટે તેઓએ દિલ્હીમાં જ વિરોધ કરવો જાેઈએ.
કેપ્ટન અમરિંદર સિંહ હોશિયારપુર જિલ્લાના મુખલિયાણા ગામમાં સરકારી કોલેજનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા. શિલાન્યાસ કર્યા બાદ તેમણે કહ્યું કે, “રાજ્યમાં ૧૧૩ સ્થળે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તેનાથી અમારા વિકાસ પર અસર પડી રહી છે. જાે ખેડૂતો કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માંગતા હોય તો તમારો વિરોધ દિલ્હીમાં સ્થાનાંતરિત કરો કારણ કે સરકાર ત્યાં છે.
કેપ્ટન અમરિંદરે શિરોમણી અકાલી દળ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, નવા કૃષિ કાયદાઓ પર બેવડું વલણ છે. કેપ્ટને કહ્યું કે બાદલ પરિવાર હવે તેમની વિરુદ્ધ વાત કરી રહ્યો છે, પરંતુ જ્યારે બિલ તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે શિરોમણી અકાલી દળ સરકાર સાથે હતો અને તેઓ પણ તેમાં સંમત થયા હતા.
ખેડૂતોની માંગણીઓ શું છે, જેના વિશે આંદોલન ચાલી રહ્યું છે ગયા વર્ષે જૂનમાં, કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાયદાઓ લાવ્યો હતો, જેમાં સરકારી મંડીઓની બહાર ખરીદીની મંજૂરી આપવાની જાેગવાઈઓ કરવામાં આવી છે, કરારની ખેતીને મંજૂરી આપવી અને ઘણા અનાજ અને કઠોળની સ્ટોક મર્યાદા દૂર કરવી. ખેડૂતો આ અંગે જૂન ૨૦૨૦ થી સતત આંદોલન કરી રહ્યા છે અને આ કાયદાઓ પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે.HS