ગર્લફ્રેન્ડ ન મળતા ધારાસભ્યને પત્ર લખી શોધી આપવા વિનંતી કરી

મુંબઇ, ગર્લફ્રેન્ડ ન મળવાથી હતાશ થઈને મહારાષ્ટ્રના એક યુવકે સ્થાનિક ધારાસભ્યને પત્ર લખ્યો હતો. પત્રમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા યુવકે ધારાસભ્ય પાસેથી ગર્લફ્રેન્ડ શોધી આપવાની માગણી પણ કરી છે. હવે ધારાસભ્યને સમજાતું નથી કે વિચિત્ર માંગણીઓ કરનાર આ યુવાન સાથે કેવી રીતે વ્યવહાર કરવો.
તેમના મતવિસ્તારના એક યુવકે મહારાષ્ટ્રના ચંદ્રપુરથી ધારાસભ્ય સુભાષ ધોટેને પત્ર લખીને ગર્લફ્રેન્ડની માંગણી કરી છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય સુભાષ ધોટેને મરાઠીમાં લખેલા પત્રમાં ભૂષણ જમુવંતે પહેલા પોતાની પીડા વ્યક્ત કરી છે અને પછી ગર્લફ્રેન્ડ શોધી આપવા માટે ધોટે પાસેથી મદદ માંગી છે. આ વિચિત્ર માંગ જાેઈને ધારાસભ્યનું માથું પણ ચકરાવે ચડ્યું હતું. તે યુવકને કેવી રીતે સમજાવવો તે તેમને સમજાતું નથી.
પત્રમાં યુવક વતી લખવામાં આવ્યું છે કે, ‘સમગ્ર તાલુકામાં ઘણી છોકરીઓ છે, પરંતુ તેમ છતાં મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. આ ચિંતાનો વિષય છે. આ કારણે મારો આત્મવિશ્વાસ નબળો પડી ગયો છે, હું રાજુરાથી ગ્રામીણ વિસ્તારમાં ગડચંદુર સુધી મુસાફરી કરું છું, હજુ પણ એક પણ છોકરી મારી સાથે સેટ નથી થઈ. યુવકે વધુમાં કહ્યું છે કે દારૂ વેચતા લોકોની ગર્લફ્રેન્ડ્સ, ગંદા દેખાતા લોકોની ગર્લફ્રેન્ડને જાેઈને મારું દિલ બળી જાય છે. મારી વિનંતી છે કે તમે તમારા મતવિસ્તારની છોકરીઓને પ્રોત્સાહન આપો, જેથી તેઓ અમારા જેવા છોકરાઓને આદર આપે.
તે જ સમયે, ધારાસભ્ય સુભાષ ધોટેએ કહ્યું કે તેમને હજી સુધી પોસ્ટમાંથી આવો કોઈ પત્ર મળ્યો નથી, પરંતુ તેમણે આ પત્ર તેમના વોટ્સએપ પર ચોક્કસપણે જાેયો છે. ધારાસભ્યએ કહ્યું, ‘આ ભૂષણ જમુવંત કોણ છે, તે ક્યાં રહે છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. કાર્યકરોને આ યુવાનની શોધમાં મૂકવામાં આવ્યા છે અને હું તેને મળતાની સાથે જ તેની સાથે વાત કરીશ. ધારાસભ્યએ એમ પણ કહ્યું કે જાે યુવક મળી જાય તો તેને સમજાવ્યા બાદ તે તેની સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશે. જાેકે, કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે આવો પત્ર લખવો યોગ્ય નથી.HS