Western Times News

Gujarati News

CA ફાઈનલમાં અમદાવાદના ચાર વિધાર્થીને ઓલ ઈન્ડિયા રેન્ક

અમદાવાદ, ઈન્ડીયન ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ આઈસીએઆઈ (ICAI) ની અમદાવાદ શાખા દ્વારા સાંજે સીએ ફાઈલનલું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના ચાર વિધાર્થીઓએ ઓલ ઈન્ડીયા રેન્ક મેળવ્યો હતો. જેમાં દિવેશ હરપાલનીએ ૧૩મીએ આસ્થા, માલુએ ર૭મી, યશ ચોકસીએ ૩પમી, ભવ્ય શાહે ૩૮મી રેન્ક મેળવ્યો છે.

ચારેય વિધાર્થી ન્યુ કોર્સમાં પાસ થયા છે. સંસ્થા દ્વારા ચારેય વિધાર્થીઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સીએ ફાઈનલનું અમદાવાદ સેન્ટરનું ર૯.૩૦ ટકા રીઝલ્ટ છે. જયારે ઓલ ઈન્ડીયા ૧૧.૯૭ ટકા રિઝલ્ટ છે.

ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ આઈસીએઆઈના ચેરમેને જણાવ્યું હતું કે આ વર્ષે સીએ ફાઈનલમાં બંને ગ્રુપમાં ર૩,૯૮૧ વિધાર્થીઓને પરીક્ષા આપી જેમાં ર,૮૭૦ વિધાર્થીઓ પાસ થયા છે. જે ૧૧.૯૭% છે. ગ્રુપ-૧માં ૪૯,૩પ૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૯,૯૮૬ વિધાર્થીઓ પાસ થયા જે ર૦.ર૩% છે.

ગ્રુપ-રમાં ૪ર,ર૦૩ વિધાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૭,૩ર૮ વિધાર્થીઓ પાસ થયા જે ૧૭.૩૬% છે. સીએ ફાઉન્ડેશનના રીઝલ્ટમાં અમદાવાદ સેન્ટરમાંથી ૧,પર૦ વિધાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૩પ૦ ઉર્તિણ થયા જે ર૩.૦૩% પરિણામ છે. જયારે ઓલ ઈન્ડીયામાં ૭૧,૯૬૭ વિધાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૧૯,૧પ૮ વિધાર્થીઓ ઉર્તીણ થયા જે કુલ ર૬.૬ર% પરિણામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.