Western Times News

Gujarati News

વિમા કંપનીના કર્મચારી બની સરકારી કોન્ટ્રાક્ટર સાથે ૧૫ લાખની ઠગાઈ

Files Photo

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં નવા નરોડામાં રહેતાં એક સરકારી કોન્ટ્રાક્ટરે પોલીસી લીધા બાદ એક હપ્તો ન ભરી શકતાં ગઠીયાઓએ વીમા કંપનીના કર્મચારી બની તેમની પાસેથી રૂપિયા પંદર લાખ પડાવી લીધા હતા.

ભોગ બનનાર કીશોરભાઈ કેવડીયા ગોપાલ ચોક નવા નરોડા ખાતે રહે છે અને સરકારી ડ્રેનેજનાં કોન્ટ્રાક્ટ મેળવી કામ કરે છે. વર્ષ-૨૦૧૬માં તેમણે એચડીએફસીની વીમા પોલીસી લીધી હતી. જેનું ૫.૧૦ લાખનું વાર્ષઇક પ્રીમીયમ નિયમિત ભરતાં હતાં. પરંતુ વર્ષ ૨૦૧૮માં નાણાંની સગવડ ન થતાં તે પ્રિમિયમ ભરી ન શકતાં રમેશ ત્રિપાઠી તથા વિક્રમ ચૌહાણ નામનાં ગઠીયાએ અગાઉની ભરેલી રકમ પરત મેળવવા માટે અલગ અલગ બહાના બનાવી ટુકડે ટુકડે રૂપિયા ૧૪.૯૧ લાખ પડાવી લીધા હતા.

બાદમાં તેને ખોટા લેટરપેડ પર લખાણ તથા ખોટાં ચેક મોકલી આપ્યા હતા. પરંતુ કિશોરભાઈએ તપાસ કરાવતાં એક ખોટાં નીકળ્યા હતા અને પોતે છેતરપિંડીનો ભોગ બનવાી જાણ થતાં તેમણે શહેર સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.