Western Times News

Gujarati News

તમિલનાડુમાં નીટના હાઉથી ચાર દિવસમાં ત્રણ વિદ્યાર્થીઓની આત્મહત્યા

ચેન્નાઇ, ધો.૧૨ પછી મેડિકલની વિવિધ શાખાઓમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ને ફરજિયાત બનાવવાની તામિલનાડુમાં વિદ્યાર્થીઓ ઉપર તેની વિપરીત અસર પડી છે, કેમ કે આ પરીક્ષા પાસ નહી થાય તો મને મેડિકલમાં પ્રવેશ નહીં મળે એવા ડરથી અને હાઉથી ફફડી રહેલાં ત્રણ વિદ્યાર્થીઓએ છેલ્લા ચાર દિવસમાં આત્મહત્યા કરી લીધી હતી જેના રાજ્યમાં ગંભીર પડઘા પડયા હતા.

રાજ્યના વેલ્લોર જિલ્લામાં રોજનું પેટિયું રળી ખાતા એક ગરીબની દીકરીએ પોતે નીટની પરીક્ષા પાસ કરી શકશે નહીં અને તેને મેડિકલમાં પ્રવેશ નહી મળે એવા ડરથી આજે આત્મહત્યા કરી લીધી હતી જે આ સપ્તાહમાં આ પરીક્ષાના ભયથી મોતને વહાલુ કરનાર ત્રીજા વિદ્યાર્થીની આત્મહત્યા હતી એમ પોલીસે કહ્યું હતું.

જાે કે તામિલનાડુમાં પહેલેથી પ્રજાએ નીટની પરીક્ષાનો સખત વિરોધ કર્યો હતો. પ્રજાના વિરોધને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે પણ સોમવારે એક ખરડો વિધાનસભામાં પસાર કરી નીટની પરીક્ષા રદ કરી નાંખી હતી, અને હવેથી મેડિકલ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટે ફક્ત ધો.૧૨ની વાર્ષિક પરીક્ષાના ગુણ જ ગણતરીમાં લેવામાં આવશે એવી જાેગવાઇ ખરડામાં દાખલર કરી દીધી હતી.

જાે કે આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપબવા માટે રાષ્ટ્રપતિની સહી જરૂરી છે. રાષ્ટ્રપતિ આ ખરડા ઉપર સહી કરે ત્યારબાદ જ આ ખરડો કાયદો બની શકશે. સરકારે આ ખરડો દાખલ કરવા પાછલ સામાજિક ન્યાય કરવાનું બહાનું આગળ ધર્યું હતું.

વિધાનસભામાં એક માત્ર ભાજપને બાદ કરતાં તમામ વિરોધપક્ષોએ ખરડાને ટેકો આપ્યો હતો. સત્તાધારી ડીએમકે પક્ષ હવે એવી દલીલ કરી રહ્યો છે કે નીટની પરીક્ષાથી જે વિદ્યાથીઓ સીબીએસઇ સિવાયના પરીક્ષા બોર્ડમાં અભ્યાસ કરી રહ્યા છેતેઓ તથા ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાથીઓને ઘોર અન્યાય થતો હતો કેમ કે તેઓને નીટની પરીક્ષા પાસ કરવા માટે કોચિંગ ક્લાસની ફી પરવડતી નથી.

વેલ્લોર જિલ્લાના એક નાના ગામડામાં નીટની પરીક્ષામાં હાજર રહેનાર એક ટીનએજર વિદ્યાર્થીનીએ આજે માતા-પિતા કામે ગયા બાદ પોતાના જ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.