Western Times News

Gujarati News

હવેથી હું ભાજપની કોઇ મીટીંગ કે કાર્યક્રમોમાં નહીં જાઉ: ગોવિંદ પરમાર

આણંદ, ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો મંત્રીમંડળમા સમાવેશ ન કરવાથી તેઓ સખ્ત નારાજ થયા છે. તેઓએ બળાપો ઠાલવતા જણાવ્યું કે હવેથી હું ભાજપની કોઇ મીટીંગ કે કાર્યક્રમોમાં જવાનો નથી. છેક છેલ્લે સુધી મારૂ નામ મંત્રીની યાદીમાં હતું પરંતુ જિલ્લા સંગઠનના કારણે પત્તું કપાયું છે. સમય આવ્યે પાર્ટી છોડવાનો ર્નિણય લઇશ. વધુમાં તેઓએ જણાવ્યું કે ઉમરેઠ તાલુકા પંચાયત અને ઓડ નગરપાલિકાની સત્તામાં પણ હવે ઉથલપાથલ થશે. તેમ તેઓએ જણાવ્યુ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શપથવિધીમાં આણંદ જિલ્લાને પ્રતિનીધિત્વ ન મળતા ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય ગિન્નાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા ઉમરેઠ અને ખંભાત માત્ર બે જ બેઠકો ભાજપને ફાળે છે.જ્યારે બાકીની ૬ બેઠકો કોંગ્રેસને હસ્તક રહેલી છે.

ત્યારે ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે પાર્ટીની નીતિરીતિ સામે બળાપો કાઢતા જણાવ્યું છે કે સંસદસભ્ય કોઇ પણ કામ નહીં લઇને આવવા જણાવે છે. અમૂલ ડેરીની ચૂંટણીમાં પણ મને જાણી જાેઇને હરાવ્યો છે. જિલ્લા સંગઠને મને મંત્રીપદ માટે મદદ ન કરી.

તાલુકા- જિલ્લા પંચાયત, ઓડ અને ઉમરેઠ નગરપાલિકામા પણ ભાજપને સત્તાસ્થાને બેસાડવા ખુબ મહેનત કરી છે. છતાં કામગીરીની નોંધ લેવાઇ નથી. પાર્ટીથી નારાજ છું. સમય આવ્યે પાર્ટી છોડી દઇશ. કારણ કે ૨૦૨૨માં ટિકીટ અંગે માથાકુટ થવાની છે. હવે મારા પરિવારજનો પુત્ર પણ અન્યાય મુદ્દે નારાજ છે. ભાજપમાં માત્ર જ્ઞાતિવાદ ચાલે છે. જેથી આ પાર્ટીમા કામ કરવું મુશ્કેલ છે. તેમ તેઓએ જણાવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.