Western Times News

Gujarati News

મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન સ્લોગન લખેલ પોસ્ટર લાગ્યા

વૉશિંગ્ટન, અફઘાનિસ્તાનથી અમેરિકાની શરમજનક વાપસી બાદ રાષ્ટ્રપતિ જાે બાઈડનની ભારે ટીકા થઈ રહી છે. આ દરમિયાન તેમનુ એક પોસ્ટર ઘણુ ચર્ચામાં આવી ગયુ છે.

પોસ્ટરમાં રાષ્ટ્રપતિ તાલિબાન આતંકી વસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. તેઓ મોટાર્ડ પકડેલા છે. પોસ્ટર પર લખ્યુ છે ‘મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન’.

મીડિયા રિપોર્ટ અનુસાર પેન્સિલ્વેનિયાના પૂર્વ સિનેટર સ્કૉટ વેગનરે રાષ્ટ્રપતિ જાે બાઈડન વિરૂદ્ધ આ પોસ્ટર લગાવાયા છે.
તેમણે લગભગ ૧૫ હજાર ડૉલરના ખર્ચે રાજમાર્ગ પર એક ડઝનથી વધારે બિલબોર્ડ ભાડે લીધા છે અને આ પ્રકારના પોસ્ટર લગાવ્યા છે. જાે બાઈડનના એક ખોટા ર્નિણયના કારણે અમેરિકાએ સમગ્ર દુનિયાની સામે શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યુ. આ શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યુ છે. આ શરમજનક સ્થિતિ વિયેતનામ કરતા પણ ખરાબ છે. તેમણે કહ્યુ કે આપ તે લોકોને શુ જવાબ આપશો, જેમણે અફઘાનિસ્તાનમાં યુદ્ધ લડ્યુ.

પૂર્વ સિનેટરે કહ્યુ કે તેઓ ટ્રમ્પના સપોર્ટર નથી. જાે ટ્રમ્પ પણ આવો ર્નિણય લેતા તો પણ તે આ જ કરતા. તેમણે કહ્યુ કે અમેરિકી સૈનિકોની વાપસીના ર્નિણયને ટાળવા માટે બાઈડન પર દબાણ બનાવાયુ હતુ પરંતુ તેમણે કોઈનુ સાંભળ્યુ નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.