Western Times News

Gujarati News

US-ભારતના રક્ષામંત્રીઓએ આતંકવાદ ઉપર વાતચીત કરી

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પહેલાં અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે અમેરિકાના રક્ષા સચિવે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી. બંને દેશોના રક્ષામંત્રીઓએ આતંકવાદ સામે લડવાની પણ વાતચીત કરી.

ભારતના રક્ષા મંત્રાલય અનુસાર અમેરિકન રક્ષા સચિવ લોયન ઓસ્ટિને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી. ફોન પર ચર્ચા દરમિયાન બંને રક્ષા મંત્રીઓએ અફઘાનિસ્તાનના ઘટનાક્રમ સહિત દ્વિપક્ષીય ક્ષેત્રીય મુદાઓ પર ચર્ચા કરી. તેમણે બંને દેશોના રક્ષા સહયોગ પર ચર્ચા કરી અને એકસાથે મજબૂતીથી કામ કરવાની આશા વ્યક્ત કરી.

જાણકારી અનુસાર બંને દેશોના રક્ષામંત્રીઓએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ભારતીય અને અમેરિકન નાગરિકો (અને સૈનિકો)ના એરલિફ્ટ દરમિયાન પરસ્પર મદદ અને સહયોગના પણ વખાણ કર્યા. રાજનાસિંહ અને ઓસ્ટિને અફઘાનિસ્તાનની સ્થિતિ પર ‘નિયમિત સંપર્ક’માં રહેવાની પણ સહમતિ વ્યક્ત કરી. રક્ષા મંત્રાલયે બંને દેશોના રક્ષામંત્રીઓએ ટેલીફોન પર થયેલી ચર્ચા પર નિવેદન જાહેર કરતાં કહ્યું કે રાજનાથ સિંહ અને રક્ષા સચિવ એશિયામાં આતંકવાદનો મુકાબલો કરવા વિશે પણ વિચારોનું આદન પ્રદાન કર્યું.

તમને જણાવી દઇએ કે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેન દ્વારા ૨૪ સપ્ટેમ્બરના રોજ આયોજિત ક્વાડ દેશોના રાષ્ટ્રધ્વક્ષોના પહેલાં સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી અમેરિકા જઇ રહ્યા છે. ક્વાડ દેશોમાં ભારત અને અમેરિકા ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે.

આ મીટિંગમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર વિસ્તૃત ચર્કહ થવાની આશા છે. આ ઉપરાંત ચીન અને ઇંડો-પેસેફિક ક્ષેત્ર પર પણ ગહન મંત્રણા થવાની આશા છે. ૨૫ સ્પટેમ્બરના રોજ પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહા-સભાને સંબોધિત કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન ૨૪ સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. સોમવારે જાહેર થયેલ રાષ્ટ્રપતિના સાપ્તાહિક કાર્યક્રમમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે ૨૩ સપ્ટેબરના રોજ ગુરૂવારે અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હૈર્રિસ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની વચ્ચે શુક્રવારે થનાર પહેલી બેઠકના સંબંધમાં કહેવામાં આવ્યું છે, રાષ્ટ્રપતિ ભારતીય ગણરાજ્યના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.

ડેમોક્રેટિક પાર્ટી નેતા જાે બાઇડનના જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને નેતાઓ વચ્ચે ઘણીવાર ડિજિટલ માધ્યમોથી વાતચીત થઇ છે. ગત વખતે પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બર ૨૦૧૯ માં અમેરિકા યાત્રા પર આવ્યા હતા.

આ દરમિયાન તેમણે અને તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યૂસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમને સંબોધિત કર્યા હતા. વ્હાઉટ હાઉસને શુક્રવારે રાષ્ટ્રપતિના કાર્યક્રમ વિશે કહ્યું કે બાઇડન જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા સાથે મુલાકાત કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.