Western Times News

Gujarati News

૨૪ કલાકમાં ૨૬૧૧૫ લોકો સંક્રમિત, ૨૫૨ દર્દીનાં મોત

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોમાં ફરી ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ સંક્રમણના કેસ કેરળમાં નોંધાયા છે. અહીં એક દિવસમાં ૧૫ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં અઢી હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર ૧૪ લોકો સંક્રમિત થયા છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૧૧૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૫૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૦૪,૫૩૪ થઈ ગઈ છે.

આ ઉપરાંત, દેશમાં કુલ ૮૧,૮૫,૧૩,૮૨૭ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૬,૪૬,૭૭૮ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૭ લાખ ૪૯ હજાર ૫૭૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

૨૪ કલાકમાં ૩૪,૪૬૯ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૯,૫૭૫ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૫,૩૮૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૫૦,૩૫,૭૧૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૪,૧૩,૯૫૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા છે, જ્યારે ૧૭ દર્દી રિકવર થયા છે.

અમદાવાદ કોર્પોરેશન ૫, સુરત કોર્પોરેશન ૩, વડોદરા કોર્પોરેશન ૩, પોરબંદર ૧, સુરત ૧ અને વડોદરામાં ૧ કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૫૨૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં કોવિડ રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. ગુજરાતમાં હાલ ૧૩૩ એક્ટિવ કેસ છે, જે પૈકી ૪ વેન્ટીલેટર પર છે, જ્યારે ૧૨૯ સ્ટેબલ છે. ૮,૧૫,૫૨૨ નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૧૦૦૮૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નીપજ્યાં છે. ગુજરાતમાં રસીકરણની વાત કરવામાં આવે તો ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૪૫૭૫૭ લોકોને રસીનો પ્રથમ અને ૫૬૨૪૯ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.