Western Times News

Gujarati News

૨૪ કલાકમાં દેશમાં ૨૬૯૬૪ નવા પોઝિટિવ કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં હાલ કોરોના સંક્રમણની સ્પીડ ઘટતી હોય એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. ૧૮૬ દિવસ બાદ આજે સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. દેશમાં હાલ ૩ લાખ ૧ હજાર એક્ટિવ કેસ છે. ભારતમાં કોવિડ-૧૯ દર્દીઓના રિકવરી રેટમાં પણ ઘણો સુધારો જાેવા મળી રહ્યો છે.

હાલ રિકવરી રેટ ૯૭.૮ ટકા થયો છે. બુધવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૯૬૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૮૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૩૧,૪૯૮ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૨,૬૫,૧૫,૭૫૪ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૫,૫૭,૫૨૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૭ લાખ ૮૩ હજાર ૭૪૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૪,૧૬૭ દર્દીઓ સાજા થયા છે.

હાલમાં ૩,૦૧,૯૮૯ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૫,૭૬૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૬૭,૫૪,૨૮૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

મંગળવારના ૨૪ કલાકમાં ૧૫,૯૨,૩૯૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૧ની સાંજે રાજ્યના ૩૧ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત ૨ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં ૪, રાજકોટ શહેરમાં ૩, વડોદરા શહેરમાં ૩, વલસાડ જિલ્લામાં ૨, ગાંધીનગર શહેરમાં ૧, નવસારી શહેરમાં ૧ કેસ નોંધાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.