Western Times News

Gujarati News

રસી રેસ્ટોરાં-હોટેલમાં એન્ટ્રી માટે ફરજિયાત કરાઈ શકે છે

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૨૦મી સપ્ટેમ્બર, સોમવારથી કોરોનાની રસી મેળવવા માટેની પાત્રતા ધરાવતા હોય પરંતુ પહેલો કે બીજાે ડોઝ ન લીધો હોય તેવા નાગરિકોને છસ્ઝ્રની વિવિધ સેવાનો લાભ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. આ ર્નિણયને હકારાત્મક પ્રતિક્રિયા મળી છે.

હવે ટૂંક સમયમાં એએમસી અને અમદાવાદ હોટેલ-રેસ્ટોરા એસોસિએશન દ્વારા એક નવા પ્રયોગની વિચારણા કરવામાં આવી રહી છે. મળેલી માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં અમદાવાદની રેસ્ટોરાંમાં જાે અંદર બેસીને જમવું હશે અથવા હોટેલમાં રોકાવું હશે તો ફરજિયાત વેક્સિનેશનલ સર્ટિફિકેટ દેખાડવું પડશે, તેવા ર્નિણયને અમલમાં મૂકવાની ચર્ચા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ન્યૂયોર્ક જેવા શહેરમાં રેસ્ટોરાંમાં જમવા ઈચ્છતા લોકો માટે કોરોનાની રસી લીધી હોવાની જરૂરી છે. થોડા દિવસ પહેલા જ બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે કોવિડ-૧૯ની રસી નહોતી લીધી તો તેમને પણ બહાર ઊભા રહીને પિઝ્‌ઝા ખાવા પડ્યા હતા.

તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી એએમસી અને હોટેલ-રેસ્ટોરાં અસોસિએશન વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો છે.

જેમાં અંદર બેસીને જમવા ઈચ્છતા અથવા રોકાવા ઈચ્છતા લોકો માટે રસી ફરજિયાત કરવા માટેની ચર્ચા ચાલી રહી છે. તેથી, જાે આગામી સમયમાં રેસ્ટોરાંમાં જમવા માટે કોરોનાની રસી ફરજિયાતની જાહેરાત કરવામાં આવે તો નવાઈ નહીં. જાે કે, એએમસી નહીં પરંતુ હોટેલ-રેસ્ટોરાં અસોસિએશન આ જાહેરાત કરશે.

અમદાવાદ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં એએમટીએસ, બીઆરટીએસ, કાંકરિયા લેક ફ્રંડ, ગાર્ડન સહિતની જગ્યાએ સ્થળ પર જ વેક્સિનેશન કરવામાં આવે છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ઉત્સાહ સાથે રસી લેવા આવી રહ્યા છે, તેથી આગામી દિવસોમાં દૈનિક એક લાખ ડોઝ આપવામાં આવે તેવી ગણતરી કરવામાં આવી રહી છે.

આ સિવાય રેસ્ટોરાંના સ્ટાફે રસી લીધી હોય તેઓ જ ગ્રાહકોને પીરસે તેવી પણ ચર્ચા થઈ રહી છે. આ સાથે ઓનલાઈન ફૂડ ઓર્ડર લેતી કંપનીઓ રસી લીધેલા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપે તેના મુદ્દા પર પણ વાર્તાલાપ થઈ રહ્યો છે. મહાનગરપાલિકાનું લક્ષ્ય વધારેમાં વધારે લોકોને કોરોનાની રસી આપવાનું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.