Western Times News

Gujarati News

પેગાસસ જાસુસી કાંડની તપાસ માટે સુપ્રીમ ટેકિનકલ નિષ્ણાંતોની સમિતિની રચના કરશે

નવીદિલ્હી, પેગાસસ જાસુસી મામલાની સુનાવણી કરી રહેલ સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે.કેસની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમન્નાએ કહ્યું કે તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટ એક ટેકિનકલ નિષ્ણાંત સમિતિની રચના કરશે આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આગામી અઠવાડીયે આ મામલાની સ્વતંત્ર તપાસની માંગ વાળી અરજીઓ પર સ્વતંત્ર આદેશ આપશે.

મુખ્ય ન્યાયમૂર્તિએ આ મામલાથી જાેડાયેલ એક વકીલ સી યુ સિંહને બતાવ્યું હતું કે અમે પેગાસસ જાસુસી કાંડની તપાસ માટે એક ટેકનીકી ટીમની રચના કરીશું આ સાથે જ મુખ્ય ન્યાયમૂર્તિએ તેમને કહ્યું કે તે બીજા વકીલોને બતાવી દે કે આગામી અઠવાડીયે અમારા તરફથી આ સંબંધમાં અંતિમ આદેશ જારી કરવામાં આવશે.

મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમન્નાના નેતૃત્વવાળી બેંચે કહ્યું કે આ મામલામાં આગામી અઠવાડીયે આદેશ જારી કરવામાં આવશે આ પહેલા સુપ્રીમ કોર્ટે ૧૩ સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો ત્યારે અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વલણ પર નારાજગી વ્યકત કરી હતી અદાલતે કહ્યું હતું કે અમે એ જાણવા ઇચ્છીએ છીએ કે શું સરકારે પેગાસસ સ્પાઇવેયરનો ઉપયોગ સામાન્ય લોકોની જાસુસી માટે કર્યો છે કે નહીં.

આ પહેલા કેન્દ્ર સરકારે આ મામલામાં કોઇ સોગંદનામુ દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો સરકારનું કહેવુ હતું કે આ રાષ્ટ્રીય સુરક્ષાના હિસાબથી યોગ્ય રહેશે નહીં કેન્દ્ર સરકારનું કહેવું હતું કે આમ કરવાથી દેશના દુશ્મનોને એ માહિતી મળી જશે કે અમે તેના પર નજર રાખવા માટે કોઇ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેના પર કોર્ટે કહ્યું હતું કે તમે એવું કાંઇ પણ ન બતાવો જે રાષ્ટ્રીય સુરક્ષાના હિસાબથી યોગ્ય ન હોય પરંતુુ અમે ફકત એટલું જાણવા માંગીએ છીએ કે શું કેટલાક લોકો પર દેખરેખ રાખવા માટે પેગાસસ સ્પાઇવેયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સ્વતંત્ર તપાસની વિનંતી કરનારી અરજીઓ તે અહેવાલોથી સંબંધિત છે જેમાં સરકારી એજન્સીઓ પર કેટલાક પ્રતિષ્ઠીત નાગરિકો નેતાઓ અને પત્રકારોની ઇઝરાયેલી કંપની એનએસઓના જાસુસી સોફટવેયર પેગાસસનો ઉપયોગ કરી જાસુસી કરવાનો આરોપ છે એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંધે અહેવાલો આપ્યા હતાં કે પેગાસસ સોફટવેયરનો ઉપયોગ કરતા જાસુસીની સંભાવિત યાદીમાં ૩૦૦થી વધુ પુષ્ટ ભારતીય મોબાઇલ ફોન નંબર હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.