સસરાએ વહુને ચિકનનું લોહી પીવા માટે મજબૂર કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Chiken-1024x576.jpg)
મુંબઇ, મહારાષ્ટ્રમાં એક મહિલાએ પોતાન સસરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે સસરાએ એક તાંત્રિકના કહેવા પર એક અનુષ્ઠાન કર્યું. આ અનુષ્ઠાનના નામ પર મહિલાને ચિકનનું લોહી પીવડાવવા માટે મજબૂર કરવામાં આવી.
એટલું જ નહી મહિલાનો આરોપ છે કે તેના સસરાએ તેનું યૌન શોષણ પણ કર્યું. મહિલાએ પતિ, સસરા અને અન્ય સાસરીવાળા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાની સાસુ વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તેના સસરાએ લગ્ન પહેલાં આ વાત છુપાવી હતી કે તેનો પતિ નપુસંક છે.
લગ્ન બાદ જ્યારે કોઇ બાળક ન થયું તો તેના સસરાએ પ્રેગ્નેંટ કરવા માટે યૌન શોષણ કર્યું. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણે પોતાના પરિવારને પોતાના પતિની નપુંસકતા વિશે જણાવ્યું તો તેના સસરાએ તેનું શારીરિક શોષણ કર્યું. ૩૩ વર્ષીય મહિલા દ્વારા કરવામાં આવેલા દાવા બાદ પોલીસે અત્યાર સુધી તેના પતિ અને સસરાની ધરપકડ કરી લીધી છે.
મહિલાના અનુસાર તે ૨૦૧૮થી પોતાના સાસરીવાળા દ્વારા માનસિક અને શારીરિક શોષણનો શિકાર થતી રહી છે. સ્થાનિક અધિકારીઓના અનુસાર ૩૦ ડિસેમ્બર ૨૦૧૮થી લગ્ન બાદ ગત ચાર મહિનાથી દંપતિ અલગ રહે છે. પોલીસ હાલ કેસની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી કેસમાં બેની ધરપકડ કરી ચૂકી છે.SSS