Western Times News

Gujarati News

ચેક બાઉન્સના કેસમાં બે શખ્સોને કોર્ટનો 2 લાખનો દંડ અને દોઢ વર્ષની કેદનો હુકમ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)મોડાસા, સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી લીધેલ ધિરાણના નાણાં સમયસર ભરપાઈ નહિ કરતા આપેલ ચેકના રિટર્ન કેસમાં હિંમતનગરના બે શખ્સોને કોર્ટનો રૂ.૨૦૨૯૮૬નો દંડ અને દોઢ વર્ષની સાદી કેદનો હુકમ. એડી.જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્‌ટ કલાસ સા. કોર્ટ હિંમતનગર ઘ્વારા ફટકારવામાં આવ્યો ચેમ ક્રિમીનલ કેસ નં.૧૧૨૪/૨૦૧૭ ઘ્વા૨ા જાહે૨ ક૨વામાં આવેલ

અંતિમ ચુકાદા મુજબ આ કેસના આરોપીઓશ્રી ગણેશ જે એલજી ગૃપ, ૨હે.૧૦ તા૨ા ડુપ્લેક્ષ,જમીન વિકાસ બેંકની પાછળ,ખેડ તસીયા રોડ,હિંમતનગર,જી.સા.કાં.ના લીડર(૧) આશીષ પંકજભાઈ પરમાર રહે.૧૦ તારા ડુપ્લેક્ષ,જમીન વિકાસ બેંકની, જમીન પાછળ, ખેડ તસીયા રોડ,હિંમતનગર, જી.સા.કાં. તથા ઉપલીડ૨

(૨) સુથાર મેહુલકુમાર ભરતભાઈ ૨હે.૧૦ તારા ડુપ્લેક્ષ , જમીન વિકાસ બેંકની પાછળ, ખેડ તસીયા રોડ, હિંમતનગર, જી.સા.કાં.ને ચેક રીટર્ન કેસમાં તકસીર વાન ઠરાવીને રૂ.૨૦૨૯૮૬ જેવી માતબાર રકમનો દંડ તથા એક વર્ષ અને છ માસની સાદી કેદની સજાનો હુકમ થયેલ છે.

આ કેસની હકીકત એવી છે કે સદર આરોપીઓએ ઘી સાબ૨કાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંક લી.ની હિંમતનગર શાખા મારફતે નિતિનિયમો મુજબ રૂ.૨,૦૦,૦૦૦ જે.એલ.જી.ગૃપની લોન લીધેલ હતી.જેના હપ્તા નિયમિત ન ભરાતા બેંક ઘ્વા૨ા વારંવાર વસુલાત માટે તાકીદ ક૨વા છતાં સદ૨ લોનના હપ્તા

તથા વ્યાજ ભ૨વામાં કસુર કરેલ સદર આરોપીઓ ધ્વારા બેંકને કાયદેસ૨ની લ્હેણી ૨કમ પેટે હિંમતનગર શાખા ઉ૫૨નો તા.૨૦/૨/૧૭ ની તારીખનો ચેક નં.૧૭૭૯૯૦ રૂ.૨૦૨૯૮૬નો આપેલ જે ચેક પરત થતાં બેંક ધ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ જે અન્વયે બીજા એડી.જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સૈયદ મહજબીનબેગમ મેહબુબમીયા સાહેબની કોર્ટમાં કેસ ચાલી

જતાં સદર આરોપીઓને રૂ.૨૦૨૯૮૬/- નો દંડ તથા એક વર્ષ અને છ માસની સાદી કેદની સજા ક૨વાનો કડક હુકમ કરતાં બેંકના મુ.વિ. બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.આ કેસમાં બેંક ત૨ફથી વિધ્વાન વકીલ જીતેન્દ્રભાઈ આર.પટેલે રજુઆત કરી હતી..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.